ઘટકો

૧/૨ કલ્લાક
  1. ૧ વાટકી ‌‌‌‌‌‌ધ‌ઉના ફાડા
  2. ૧ વાટકી દૂધ
  3. ૫ ચમચી ઘી
  4. ૧ વાટકી પાણી
  5. ૧ વાટકી ખાંડ
  6. ૧ ચમચી તજ પાવડર
  7. ડા્યફૂ્ટ માટે
  8. ૧/૨ વાટકી સુક્કી દ્રાક્ષ લાલ
  9. ૫ ચમચી કાજુ ના ટુકડા
  10. ૫ ચમચી બદામ ની કતરણ
  11. ૪ ચમચી મગસતરી

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલ્લાક
  1. 1

    પેહલા બધી સામગ્રી તૈયાર કરી ને એક કઢાઇ ને ગેસ પર ગરમ કરવા મૂકો.

  2. 2

    પછી તેમાં ઘી નાખીને ફાડા નાખી તવેતાથી મિક્સ કરી શેકો

  3. 3

    ધીમા તાપે શેકવા, શેકાઈ જાય એટલે તેમાં.

  4. 4

    દૂધ અને પાણી નાખી ને મિક્સ કરી લો,

  5. 5

    અને ઉકળવા દો, ઉકળે એટલે.

  6. 6

    ઢાંકણ ઢાંકી દો.૧/૨ કલાક માટે.ગેસ ધીમો રાખવો, વચ્ચે વચ્ચે હલાવતા રેહવુ.

  7. 7

    અડધો કલાક પછી ફાડા બફાઈ જાય એટલે તેમાં ખાંડ અને તજ પાવડર નાખી મિક્સ કરી લો.

  8. 8

    પછી ધીમા તાપે સીજાવા દો, ખાંડ ઓગળી જાય અને સીરા જેવુ જામી જાય એટલે.

  9. 9

    તેમાં કાજુ ના ટુકડા, લાલ ડા્કશ, મગસતરી, બદામ ની કતરણ નાખી ને મિક્સ કરી લો.

  10. 10

    સરસ અને સ્વીટ એવી ફાડા લાપસી સવૅ કરો 🙏.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes