રતાળુ પૂરી

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#goldenapron3
#week 1
#Besan.
#ઇબુક૧
# પોસ્ટ૪૩.

શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ લાંબો રતાળુ
  2. ૨૫૦ ગ્રામ બેસન
  3. ૨ ચમચી ચોખા નો લોટ
  4. ૨ ચમચી મરી અધકચરા વાટેલા
  5. ૨ ચમચી સૂકા આખા ધાણા અધકચરા દળેલા
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  8. ૧ ચમચી લાલ મરચું
  9. ૧ ચમચી ધાણા જીરું પાવડર
  10. ૧ ચમચી થી થોડું વધારે મીઠું
  11. પા ચમચી એટલે ચપટીક જેટલું ખાવાનો સોડા
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં બેસન લય એમાં એક ગ્લાસ જેટલું પાણી ધીમે ધીમે ઉમેરતા જાવ ગઠ્ઠા ની પડવા જોઈએ. ખીરું વધારે ઘટ્ટ લાગે તો થોડું બીજું પાણી ઉમેરવું. હવે એ ખીરામાં મરચા આદુ, મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચુ નાખી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો. હવે એ ખીરા માંથી બે ચમચી ખીરું એક બાઉલ માં જુદું કાઢી લ્યો.

  2. 2

    હવે ખીરામાં બે ચમચી ચોખા નો લોટ લય બરાબર મિક્સ કરીને ખીરું રેહવા દો. હવે બે ચમચી ખીરું જુદું કાઢ્યું હતું એમાં એક ગ્લાસ પાણીઅને ૧/૨ ચમચી લીંબુ નો રસ અને એક ચમચી ખાંડ ઉમેરી કાપેલા મરચા અને લીમડો અને જીરૂ, મીઠું નાખી બરાબર મિક્સ કરીને ગેસ પર આ મિશ્રણ ધીમા તાપે ઉકાળો હવે મિશ્રણ જરાક ઘટ્ટ થાય એટલે ગેસ પર ર્થી ઉતારી લીલા ધાણા નાખી ચટણી તૈયાર કરી લ્યો.

  3. 3

    હવે એક કઢાઈ માં તેલ મૂકી બરાબર ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધી માં રતાળુ ને છાલ ઉતારી ગોળ ગોડ ચિપ્સ જેવી કાતરી પાડી લ્યો.

  4. 4

    હવે આગળ બનાવી રાખેલ ખીરા માં ૨ ચમચી ચો ખા નો લોટ અને ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી એમાં રતાળુ ની કાતરી બોડી ને એના પર ધાણા, અને મરી નો ભૂકો ભભરાવો અને પૂરી તેલ માં મૂકો. આમ બે ત્રણ પૂરી એક સાથે મૂકી માધ્યમ અને પછી ફાસ્ટ ફ્રેમ પર એમ કરી બધી રતાળુ પૂરી તળી લેવી. બન્ને બાજુ ફેરવી થોડી લાલ એવી પૂરી તળી લેવી. પછી ગરમ ગરમ રતાળુ પૂરી અને બેસન ની ચટણી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes