પુરણપોડી

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#ઇબુક૧
#૩૫
#સ્ટફ્ડ

Hello friends...

આજ કોઇ અખતરો નહી...😀 પણ સ્ટફીગ ની કોન્ટેસ્ટ હોય ને આપણે અવનવું બનાવીએ તો આપણી ટ્રેડીશનલ વાનગી કેમ ભૂલાય???? તો આ છે આપણી ગુજરાતી કાઠીયાવાડી પુરણ પોળી... જે દરેક તહેવારમાં કે પ્રસંગોપાત બનાવવામાં આવે છે.. મારા ઘરે નુતનવર્ષ ના દિવસે મારા સાસુમા અચુક પુરણ પોળી બનાવે..... અને મને ભાવે પણ હો... મારા પપ્પાને પણ પુરણપોડી ભાવે... આજે બનાવતાં બનાવતાં પપ્પા ની યાદ આવી ગઈ 😶😶આગળ કાઇ નથી લખવુ😶😶😶

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 1 કપતુવેર દાળ
  2. 1 કપગોળ
  3. 1 ચમચીએલચીનો પાઉડર
  4. 1 ચમચીજાયફળ પાવડર
  5. 2 ચમચીઘી
  6. 2 કપઘઉંનો લોટ
  7. 1 ચમચીતેલ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ઘઉંના લોટમાં બે ચમચી તેલ ઉમેરી રોટલીનો લોટ બાંધી દસ મિનિટ માટે ઢાંકી અને મૂકી દો

  2. 2

    તુવેરની દાળને ધોઈને ૧ કલાક પાણીમાં પલાળી દો પછી કૂકરમાં ત્રણ ચાર વિશાલ કરી લો ચમચાથી અધકચરો મેશ કરી લો કડાઈમાં અધકચરી મેષ કરેલી દાળ અને ગોળ ઉમેરી સતત હલાવતા રહો

  3. 3

    મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે જાયફળ પાવડર એલચી પાવડર અને એક ચમચી ઘી ઉમેરો મિશ્રણને સતત હલાવતા રહો પૂરણ સરખું બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે તમે ચમચા ને પુરણ ની વચ્ચે ઊભો રાખો જો એ પડે નહીં તો પૂરણ પરફેક્ટ બન્યું છે એમ સમજવું પછી એ પૂરણ ઠંડું પડવા દો

  4. 4

    પુરણ ઠરે એટલે એમાંથી મિડિયમ સાઈઝના ગોળ બનાવી લો

  5. 5

    બાંધેલા લોટમાંથી નાની રોટલી વણો તેના પર થોડું ઘી અને કોરો લોટ છૂટો વચ્ચે બનાવેલ ગોળ મૂકો અને સરસ રીતે પેક કરી હળવે હાથે રોટલી વણી લો અને ધીમા તાપે શેકી લો

  6. 6

    ગરમાગરમ પૂરણપોળી સાથે ઘી પીરસો.

  7. 7

    નોંધ:- પુરણ પુરી જો ઘી લગાવીને બંને બાજુ શેકવી હોય તો પણ શેકી શકાય છે અને રોટલી ની જેમ કોરી શેકવી હોય તો પણ શેકી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes