રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરો બનાવવા માટે રીંગણા ને ધોઈ વચ્ચે કાપો કરી ગેસ પર શેકી લો. ત્યારબાદ તેની છાલ કાઢી તેને મેશ કરી લો.હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ અને હિંગ નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં લીલું લસણ અને લીલી ડુંગળી નાખી પાંચ મિનિટ સાંતળો. સાતળાય જાય એટલે તેમાં ટામેટા નાખી પાંચ મિનિટ સાંતળી લો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ અને લીલું મરચું નાખી મિનિટ સાંતળો.ત્યારબાદ તેમાં મેશ કરેલા રીંગણું હળદર, મરચું પાવડર,ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરો તેમાં કોથમીર નાખી સવૅ કરો.
- 2
રોટલા બનાવવા માટે એક પ્લેટમાં લોટ લઈ જરૂર મુજબ પાણી ઉમેરી રોટલાનો લોટ તૈયાર કરો.ત્યારબાદ તેમાંથી એક મોટો લુવો લઈ બંને હાથ વડે થાબડીને રોટલો બનાવો. ત્યારબાદ તાવડી ઉપર રોટલાને બંને બાજુ શેકી લો. ઘી લગાવી ગરમાગરમ સર્વ કરો.
- 3
ખીચડી બનાવવા માટે મગ ની ફોતરાવાળી દાળ અને ચોખાને મિક્સ કરી તેને ધોઈ 10 થી 15 મિનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં દાળ ને ચોખા નાખી જરૂર પૂરતું પાણી ઉમેરો.ત્યાર બાદ તેમાં મીઠું અને હળદર નાંખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી દો અને દસ થી 15 મિનિટ માટે ધીમા તાપે થવા દો. તૈયાર છે ખીચડી.
- 4
કઢી બનાવવા માટે ખાટી છાશ લઈ તેમાં ૨ ચમચી ચણાનો લોટ નાખી બ્લેન્ડર વડે મિક્સ કરી લો.ત્યાર બાદ એક પેનમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો.ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મેથી,લાલ સુકા મરચા મીઠો લીમડો નાંખી વઘાર કરો.ત્યારબાદ તેમાં મિક્સ કરેલ છાશ ઉમેરો. હવે તેમાં હળદર,મીઠું,ખાંડ,ગોળ, આદુ અને મરચાં નાખી પાંચથી દસ મિનિટ માટે ચઢવા દો. ત્યારબાદ તેમાં કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે આપણી ખાટી મીઠી કઢી.
- 5
મસાલા છાસ બનાવવા માટે દહીંમાં થોડું પાણી ઉમેરી બ્લેન્ડર વડે છાસ બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને લીલું મરચું નાંખી વઘાર કરો અને ગેસ બંધ કરી દો. હવે તે વઘારને છાશ માં રેડી દો.ત્યારબાદ છાશમાં મીઠું, જીરૂ,છીણેલું આદું,અને કોથમીર નાખી મિક્સ કરી લો..અને તેને ફ્રીઝમાં ઠંડી થવા મૂકો. ઠંડી થઈ જાય એટલે સર્વ કરો
- 6
તૈયાર છે આપણી કાઠિયાવાડી થાળી. ઓરો,રોટલો,ખીચડી, કઢી અને મસાલાવાળી છાશ અને તેની સાથે ઘી, ગોળ અને ડુંગળી ટમેટા નું સલાડ અને ખીચીના પાપડ સાથે સર્વ કરો.
- 7
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીચડી અને ઉટી
#પીળી#onerecipeonetreeખીચડી ઉટી એ મણિપુર ની પરંપરાગત ડીશ છે. એમાં ચોખા તુવેર દાળ ની વઘાર રેડેલી ખીચડી બનાવવા મા આવે છે અને જોડે વટાણા ની ઉટી પરોસવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
-
તુવેર દાળ ની ખીચડી, કઢી અને ભાખરી શાક
#ડિનર #સ્ટાર સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન એટલે ખીચડી-કઢી અને ભાખરી શાક બનાવીશુંજે આપણા શરીર માટે બહુ જ હેલ્દી અને ટેસ્ટી હોય છે. Mita Mer -
-
-
-
-
-
વધારેલી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છે વધારેલી ખીચડી અને કઢી.તે ગુજરાતી ઓની ફેવરિટ હોય છે.અને તે પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
કાઠીયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી ખુબ જ ઝડપથી બની જાય તેવી છે ખૂબ જ લોકપ્રિય છે અને ઘણીવાર વધેલી ખીચડી માંથી પણ ખીચડી બનાવી શકાય છે #WKR Aarati Rinesh Kakkad -
ગુજરાતી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે Bijal Thaker -
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ