રેઙ પાસ્તા

Sonal Lal
Sonal Lal @cook_17507220

#એનિવર્સરી
#મેૈન કોર્સ
#તીખી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ પાસ્તા
  2. 5-6કડી લસણ ની પેસ્ટ
  3. 5-6ટમેટા
  4. 1/2નાની ચમચી મરચું પાવડર
  5. 1ચમચી ઓરેગાનો
  6. 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  7. 1/2ચમચી મરી પાવડર
  8. 1ચમચી તેલ
  9. 1ક્યુબ ચીઝ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેમાં મીઠું અને તેલ નાખી પાસ્તાને બાફી લો.પાસ્તા બફાઈ જાય એટલે તેને ચાળણીમાં કાઢી લો.

  2. 2

    હવે બીજી એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો.પાણી ગરમ થાય એટલે તેમાં ટમેટાને પરથી કાપા પાડી ૬ થી ૭ મિનિટ માટે ચડવા દો. ટમેટામાં ઉપરની છાલ નીકળી ત્યાં સુધી ચઢવા દેવું.ત્યારબાદ ગેસ બંધ કરી તેને કાઢી લો. હવે તેની છાલ કાઢી અને એક મિક્સર જારમાં ટમેટાની પ્યુરી બનાવી લો.

  3. 3

    હવે એક પેનમાં પાસ્તા બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખો.

  4. 4

    તેમાં ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી 30 સેકન્ડ સાંતળો.ત્યારબાદ તેમાં ટમેટાંની પ્યોરી ઉમેરી તેમાં મીઠું અને મરચું પાવડર,મરી પાવડર નાખી તેને ઘટ્ટ થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં પાસ્તા નાખી ને મિક્સ કરી લો.

  5. 5

    હવે એક સર્વિંગ પ્લેટ લઈ તેમાં પાસ્તા નાખી અને ઉપરથી ચીઝ નાખી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_17507220
પર

ટિપ્પણીઓ

Similar Recipes