ચોકલેટ મફીન

Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528

#એનિવર્સરી વીક 4

ચોકલેટ મફીન

#એનિવર્સરી વીક 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 20નંગ પારલે જી બિસ્કીટ
  2. 10નંગ હાઈડ એન્ડ સીક બિસ્કીટ
  3. 4-5 ચમચીસુગર પાવડર
  4. 3 ચમચીકોકો પાવડર
  5. 3 ચમચીઘી અથવા બટર
  6. 1પેકેટ ઈનો
  7. 2 કપનવસેકુ દુધ
  8. ગાનીૅશ માટે જેમ્સ અને ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પારલે જી અને હાઈડ એન્ડ સીક બિસ્કીટ ને મિક્સરમાં બારીક પીસી ને ચાળી લો

  2. 2

    હવે તેને એક બાઉલમાં લઈ લો અને તેમા સુગર પાવડર, કોકો પાવડર, અને ઘી અથવા બટર ઊમેરો અને મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં દુધ ઉમેરતા જવુ અને હલાવતા જવું. આવી રીતે જરૂર પડે એટલું દુધ ઊમેરો અને બેટર તૈયાર કરો.

  4. 4

    હવે પહેલાં બધા જ મફીન મોલ્ડ મા ઘી લગાવી લો. અને માઈક્રોવેવ ને 1 મિનિટ પ્રી-હીટ કરી લો.

  5. 5

    હવે બેટર મા ઈનો ઊમેરો અને મિક્સ કરી લો અને મોલ્ડ મા તરત જ રેડી દો. (મોલ્ડ મા બેટર પોણુ જ ભરવુ)

  6. 6

    હવે માઈક્રોવેવ મા 3 મિનિટ માટે બેક કરો.હવે ચપ્પુ થી ચેક કરી લો. જરૂર લાગે તો એક મિનિટ વધારે બેક કરો

  7. 7

    હવે મફીન ને અન મોલ્ડ કરી લો. તો તૈયાર છે યમી યમી ચોકલેટ મફીન.

  8. 8

    તેને એક ડીસ મા લઈ લો અને જેમ્સ અને ચોકલેટ સીરપ થી ગાનીૅશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhuma Saparia
Bhuma Saparia @cook_18481528
પર

ટિપ્પણીઓ

Similar Recipes