રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી તુવેરને ફોલીને તેના દાણા (લીલવા) કાઢો. કૂકરમાં લીલવા, છોલેલા બટાકા અને ડૂબે એટલું પાણી ઉમેરી ૨ વિસલ થાય ત્યાં સુધી બાફો. પાણી નિતારી લો. બટાકાને મધ્યમ સમારી લેવા.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ, ચપટી હળદર ઉમેરી તતડે પછી તેમાં સમારેલા બટાકા તથા બાફેલા લીલવા ઉમેરો. લીલવા બાફતી વખતે કૂકરમાં પાણી ઉમેર્યું હોય એ પણ શાકમાં ઉમેરી દેવું.
- 3
ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરી મિક્સ કરો. ઢાંકણ ઢાંકીને ૧૦ મિનિટ શાકને મધ્યમ આંચે પકાવો.
- 4
પછી ઢાંકણ ખોલીને તેમાં ગોળ તથા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.
- 5
૫ મિનિટ બાદ ગોળ ઓગળે અને શાક ઉકળવા લાગે પછી ગેસ બંધ કરીને તૈયાર શાકને રોટલી, ભાખરી કે ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે તુવેર બટાકાનું રસાવાળું શાક.
Similar Recipes
-
લીલી તુવેર બટાકાનું રસાવાળું શાક
આપણે રસોઈમાં તુવેર/તુવર/તુવેરની દાળનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. હિંદીમાં તેને अरहर અને અંગ્રેજીમાં pigeon pea તરીકે ઓળખાય છે, તે કઠોળવર્ગની વનસ્પતિ છે. તુવેરની ખેતી આશરે ૩૦૦૦ વર્ષ પહેલાંથી થાય છે, સૌથી પહેલાં એશિયામાં પછી પૂર્વી આફ્રિકા , અમેરિકામાં અને હવે તો વિશ્વનાં ૨૫ દેશોમાં તેની ખેતી થાય છે. ૬૦૦ મિમી કરતા ઓછા વરસાદમાં પણ તુવેરની ખેતી કરી શકાય છે. વિશ્વભરમાં અંદાજિત ૪૬,૦૦૦ ચો.કિમી ક્ષેત્રમાં તુવેરનું ઉત્પાદન થાય છે તેમાંની ૮૨% તો ભારતમાં જ ઉગે છે. આફ્રિકાનાં નાઇજિરિયામાં પ્રાણીઓને ખોરાકમાં તુવેર આપવામાં આવે છે. લીલી તુવેરનું શાક, ઊંધીયુ, કચોરી તેમજ સૂકી તુવેરને પલાળીને બાફીને કઠોળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન તથા એમિનો એસિડ જેવા કે મેથીઓનાઈન, લાયસાઈન, ટ્રીપ્ટોફેન હોય છે. તુવેરને ફણગાવીને ખાવાથી પચવામાં સરળ રહે છે. ભારતમાં તુવેરની દાળ અત્યંત લોકપ્રિય છે, તેમાંથી દાળ, સાંભાર, પૂરણપોળી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. આયુર્વેદના મતાનુસાર તુવેરની દાળમાં ઘી મેળવીને ખાવાથી વાયડી પડતી નથી. તે પચવામાં હલકી હોય છે. થાઈલેન્ડમાં તુવેરમાંથી લીલું ખાતર બનાવવામાં આવે છે, જે નાઈટ્રોજનનો સ્ત્રોત પૂરો પાડે છે. તો આવી અત્યંત ઉપયોગી તુવેરનું શાક બનાવતા આપણે શીખીશું. Nigam Thakkar Recipes -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફણસી બટાકાનું શાક
#goldenapron3Week5Puzzle Word - Sabziફણસી એટલે કે french beans જે ઘણી બધી રેસીપીમાં વપરાય છે. તેમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે જે ડાયાબિટીસનાં દર્દી માટે ખૂબ ફાયદાકારક છે. ફણસી શરીરમાં ઈન્સ્યુલીન નિર્માણ કરવામાં તેમન સુગરની માત્રા નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. Nigam Thakkar Recipes -
કોબીજ બટાકાનું શાક
#લીલીકોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં એનું શાક તથા વિવિધ વાનગી બનતી જ હોય છે. ચાઈનીઝ વાનગીઓમાં પણ કોબીજ ભરપૂર પ્રમાણમાં વપરાય છે. વજન ઘટાડવા, સ્કીન, વાળ, કબજિયાત, કેન્સર, રોગ પ્રતિકારકતા માટે કોબીજનું સેવન ફાયદાકારક છે. તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તેને હિંદીમાં બંદ ગોભી, પત્તા ગોભી તથા કરમકલ્લા તરીકે ઓળખાય છે. અંગ્રેજી નામ Cabbage છે. તે ઘણા બધા કોમળ પાનનો બનેલો એક સંપુટ છે. તેના સારા ઉત્પાદન માટે ઠંડુ વાતાવરણ અને પાણીની આવશ્યકતા રહેલી છે. ખાતર પણ સારા એવા પ્રમાણમાં આપવું પડે છે. તેના ઉત્પાદન માટે છાણીયું ખાતર ઉત્તમ છે. કોબીજની ઘણી બધી જાત છે અમુક ત્રણ મહિનામાં તો અમુક પ્રકારની ઉગાડવા માટે છ મહિના જેટલો સમય લાગે છે. હવે તો Purple કલરની પણ કોબીજ માર્કેટમાં મળે છે. તો આજે આપણે કોબીજ બટાકાનું શાક બનાવીશું જે બધાનાં ઘરમાં બનતું જ હોય છે. Nigam Thakkar Recipes -
ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
#સ્ટ્રીટઆપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
-
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
લીલી મોગરી રીંગણનું શાક
#લીલીકુકપેડ દ્વારા આયોજિત લીલી કોન્ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે, આ કોન્ટેસ્ટમાં ઘણા બધા મેમ્બર્સે સરસ મજાની લીલી વાનગીઓ પોસ્ટ કરીને આ કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને સમગ્ર ગ્રુપમાં હરિયાળી લાવી દીધી. તો આજે હું આ કોન્ટેસ્ટમાં મારી અંતિમ રેસિપી રેસિપી૧૩ પોસ્ટ કરી રહ્યો છું. જેમાં બંને મુખ્ય ingredients મેં લીલા રંગના લીધેલ છે. જેમાં મેં લીલી મોગરી તથા લીલા રીંગણનો ઉપયોગ કરીને શાક બનાવ્યું છે. આપણા સમગ્ર કુકપેડ ગ્રુપમાં આ લીલી કોન્ટેસ્ટ જેવી લીલોતરી હંમેશા છવાયેલી રહે, આ ગ્રુપ એક પરિવારની જેમ હર્યુભર્યુ રહે તથા દરેક સભ્યો પોતાની રેસિપી કુકપેડ વેબસાઈટ પર પોસ્ટ કરતા રહે તથા દરેક મેમ્બર્સ કુકિંગમાં પ્રગતિ કરે તેવી આશા સાથે આજની રેસીપી શરૂ કરું છું. Nigam Thakkar Recipes -
ચોળી તૂરિયાનું શાક
#લીલીપીળીઘણા લોકોને તૂરિયાનું શાક નથી ભાવતું હોતું પણ જો આ રીતે ચોળી સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તૂરિયાએ ઘણા રોગોનો રામબાણ ઈલાજ કરતું શાકભાજી છે. Nigam Thakkar Recipes -
ગ્રીન ટામેટાનું શાક
#લીલીલીલું પીળું પોંજરું ઘડાવ્યું,લ્યા પોંજરામાં પોપટ બોલે...અત્યારે મને લીલો ફીવર થઈ ગયો છે કારણકે અત્યારે કુકપેડ પર લીલી કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે અને મને રોજ આવા નવા-નવા લીલા ગીતો યાદ આવે છે. તો આજે આવીજ એક લીલી મજેદાર રેસીપી આપની સમક્ષ લઈને આવ્યો છું. Nigam Thakkar Recipes -
પાત્રા
#ટ્રેડિશનલપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે. જે દરેક ગુજરાતીનું ફેવરિટ છે. તે અળવીનાં પાન પર બેસનનું મિશ્રણ લગાવીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને વઘારીને સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં ચરોતરનાં પાત્રા ખૂબ વખણાય છે તથા બારડોલીનાં તળેલા પાત્રા ખૂબ પ્રસિદ્ધ છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મોગરી રીંગણનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં શાકમાર્કેટમાં ફ્રેશ કૂણી મોગરી મળે છે. મોગરી બે પ્રકારની હોય છે લીલી અને જાંબલી. તેનો ઉપયોગ શાક, રાયતું તથા સલાડ તરીકે કરી શકાય છે. મોગરી વિશે ગુજરાતીમાં એક કહેવત પ્રખ્યાત છે - "મૂળો મોગરી અને દહીં, બપોર પછી નહીં" તો આજે આપણે મોગરી રીંગણનું શાક બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
સેવ ટામેટાનું શાક
#જૈનઆ શાક આપણા ગુજરાતીઓ માટે એકદમ કોમન છે. આમ તો બધા લોકો આ શાક કાંદા-લસણ, આદુ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો નાખીને બનાવતા હોય છે. પણ અમે કાંદા-લસણ ખાતા નથી એટલે અલગ રીતે બનાવ્યું છે. Nigam Thakkar Recipes -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રસાવાળું વાલનું શાક
#કઠોળપહેલાંના સમયમાં કોઈપણ પ્રસંગ હોય તેમાં કઠોળ વગર તે જમણવાર અધૂરો માનવામાં આવતો. વાલની સાથે લાડુ અથવા મોહનથાળનું જમણ શ્રેષ્ઠ માનવામાં આવતું તો આજે આપણે રસાવાળા વાલનું શાક બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
-
ફણગાવેલા મઠનું શાક
#કઠોળઆપણે રોજબરોજની રસોઈમાં કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે હું મઠ થી બનતી રેસીપી પોસ્ટ કરું છું. મઠ એ એક જાણીતું કઠોળ છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ તથા વિટામિન સારા પ્રમાણમાં હોય છે. હિંદીમાં તેને મોઠ અને અંગ્રેજીમાં મોઠ બીન્સ તથા મરાઠીમાં મટકી તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રીયન રસોઈમાં તે ખૂબ જ પ્રચલિત છે. તેઓ ફણગાવેલા મઠનું મિસળ બનાવે છે. ગુજરાતમાં દિવાળીનાં સમયે મઠનાં લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
-
-
ચટનીવાલે આલુ
#લીલીલીલા રંગનો ફિવર જોર પકડી રહ્યો છે અને મારા ઘરે ડાઈનીંગ ટેબલ આખું ગ્રીન વેજિટેબલ્સથી ભરાઈ ગયું છે એટલે ડાઈનીંગ ટેબલની હાલત જોઈને દેવદાસ ફિલ્મનું આ ગીત યાદ આવી રહ્યું છે.हमपे ये किसने हरा रंग डालाख़ुशी ने हमारी हमें मार डालाहमे मार डाला, हमे मार डाला, हमे...આજે એક ઈન્સ્ટન્ટ ગ્રીન રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેને બ્રેકફાસ્ટમાં બ્રેડ કે રોટલી સાથે ખાઈ શકાય છે. આપણે બધાએ સ્ટ્રીટ ફૂડ તરીકે મળતા ભૂંગળા બટાકા તો ખાધા જ હશે તો આ વાનગીને ભૂંગળા સાથે પણ ખાઈ શકાય છે. Nigam Thakkar Recipes -
ચોળાની દાળ
આપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ ચોળાની દાળ બનાવતા આપણે શીખીએ. Nigam Thakkar Recipes -
રીંગણની ચીરીનું શાક
#શિયાળાઆપણે ત્યાં ઘણી જગ્યા પર શિયાળામાં રીંગણના ઓળાની ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો રીંગણને એવોઇડ કરતા હોય છે. રીંગણને શાકભાજીનો બાદશાહ માનવામાં આવે છે. કારણ કે તેના પર ડિંટીયા સ્વરૂપે તાજ હોય છે. ઘણા લોકો માને છે કે રીંગણમાં કોઇ જ પ્રકારના ગુણો હોતા નથી. જો તમે પણ એવું જ માનતા હોવ તો તમે ખોટુ વિચારી રહ્યા છો. કારણ કે રીંગણમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશીયમ, પોટેશિયમ, ફોલેટ, કોપર, ફાઇબર, વિટામિન B, વિટામિન C વગેરે ઘણા પોષક તત્વો મળે છે. રીંગણ માત્ર હેલ્થ માટે જ સારા છે એવું નથી, પરંતુ સુંદરતા વધારવા માટે પણ મદદરૂપ થઇ શકે છે. જો વૈજ્ઞાનિકોનું માનવામાં આવે તો ડાયાબિટીસમાં પણ રીંગણ લાભદાયક છે, કારણ કે રીંગણમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેમ છતા ડાયાબિટીસ ટાઇપ-૧ અને ટાઇપ-૨ના દર્દીઓએ પોતાની દવા લેવી જરૂરી છે. રીંગણના જો બીજા ગુણો પર નજર કરવામાં આવે તો તે મેમરી બુસ્ટની સાથે એનિમિયા દુર કરવામાં પણ મદદરૂપ થાય છે. રીંગણ પાચનતંત્રને સારૂ રાખવામાં પણ મદદરૂપ થાય છે. સાથે જ તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. રીંગણની સૌથી સારી બાબત એ છે કે તે શરીરમાં રહેલા વધારાના આયર્નને બહાર કાઢવામાં મદદરૂપ બને છે. તો આજે આપણે આ ગુણકારી રીંગણની ચીરીનું શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
જામફળનું શાક
#માસ્ટરક્લાસજામફળ એ શિયાળામાં મળતું એક ફળ છે. તેને અંગ્રેજીમાં Guava અને હિંદીમાં अमरुद નામે ઓળખાય છે. માર્કેટમાં સફેદ અને લાલ રંગના જામફળ મળે છે. તે ખૂબ જ મીઠાશવાળું અને સ્વાદિષ્ટ ફળ છે. તેમાં વિટામીન, મિનરલ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલું વિટામિન C ત્વચા માટે તેમજ વિટામિન A આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર સારા પ્રમાણમાં હોવાથી કબજિયાત દૂર કરે છે અને મેદસ્વિતા ઓછી કરવામાં લાભદાયી છે. એસીડીટી, અસ્થમા, બ્લડ પ્રેશરમાં રાહત આપે છે. હૃદય સંબંધી બીમારી તથા કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. જામફળનાં ઝાડનાં પાન પણ આયુર્વેદિક ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જામફળમાંથી સલાડ, શરબત, શાક અને અથાણું બનાવવામાં આવે છે. હવે તો માર્કેટમાં જામફળનો આઈસ્ક્રીમ પણ મળે છે તેનાં પર લાલ મરચું અને મીઠું ભભરાવીને ખાવામાં આવે છે. તો આજે આપણે જામફળનું શાક બનાવતા શીખીશું જે ઘણાનાં ઘરમાં બનતું જ હોય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લીલી તુવેર અને દહીં
#MBR5#Week 5#cookpadindia#cookpadgujarati#લીલીતુવેરઅનેદહીં#લીલીતુવેરરેસીપી#દહીં રેસીપી Krishna Dholakia -
શિયાળા સ્પેશિયલ થાળી
#માસ્ટરક્લાસઆજે શિયાળા સ્પેશિયલ રેસીપી લઈને આવ્યો છું. શિયાળામાં દરેક પ્રકારનાં લીલા શાકભાજી સારા મળે છે જેમકે મૂળા, મેથી, પાલક, તુવેર, રીંગણ, લીલી હળદર વગેરે. શિયાળામાં બાજરીનાં રોટલા પણ દરેકનાં ઘરમાં બનતા હોય છે, બાજરી આમ ગરમ પ્રકૃતિની હોય છે પણ શિયાળામાં ખાવાથી નડતી નથી. શિયાળામાં કાઠિયાવાડી ભોજન જમવાની પણ મજા આવે છે. તો આજે આપણે શિયાળા સ્પેશિયલ રેસીપીમાં તુવેર રીંગણની કઢી, મૂળાની ભાજીનું શાક, બાજરીનાં રોટલા અને તુવેરની દાળની ખીચડી બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
ભરેલા ભીંડાનું શાક
#લીલીપીળીબધા શાકભાજીમાં ભીંડા એ મારું પ્રિય શાક છે. આજે આપણે ભરેલા ભીંડાનું શાક ભર્યા વગર બનાવીશું. સવાર-સવારમાં જોબ પર જવાનું હોય ટીફીન તૈયાર કરવાના હોય તો ભીંડા ભરવાનો સમય ઘણીવાર નથી મળતો. આ શાક ભર્યા વગર બનાવીશું તો પણ ભરેલા જેટલું જ સ્વાદિષ્ટ બનશે. Nigam Thakkar Recipes -
કાકડીનું શાક
#લીલીપીળીકાકડીનું શાક ઘણા લોકો ચણાનાં લોટવાળુ બનાવતા હોય છે પણ આજે હું એક સરળ રેસીપી પોસ્ટ કરું છું. જેને કાકડીનો સંભારો પણ કહી શકાય છે. બાળકોને કાચું સલાડ ન ભાવતું હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11744597
ટિપ્પણીઓ (2)