ખમણ ઢોકળા

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#માઇલંચ #લોકડાઉન સ્વાદિષ્ટ સોફ્ટ ખમણ . . ગુજરાતીના ભોજન માં આગવુ સ્થાન ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચણા નો લોટ
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીલીંબુના ફૂલ
  4. 1/2 ચમચીખાવાના સોડા
  5. 1/2 ચમચીહળદર પાવડર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પાણી જરૂર મુજબ
  8. વઘાર માટે
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીરાઈ
  11. 2લીલા મરચા સમારેલા
  12. 1/4 ચમચીહિંગ
  13. 10મીઠા લીમડાના પાન
  14. 2 ચમચીકોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકી તેમાં થાળી ને તેલ લગાડી ને થાળી ગરમ થવા દો.

  2. 2

    હવે ચણા ના લોટ માં મીઠું, હળદર, ખાંડ, લીંબુ ના ફૂલ, થોડું પાણી નાખી બધું મિક્સ કરીને ખીરું તૈયાર કરી તેમાં એક ચમચી ગરમ તેલ અને સોડા નાખી બધું મિક્સ કરીને બરાબર હલાવો.

  3. 3

    ગેસ પર ઢોકળીયા માં થાળી ગરમ થઇ હોય તેમાં ખમણ નું ખીરું પાથરી દો. અને ઢાંકી દો.

  4. 4

    થોડીવાર પછી ઢાંકણું ખોલીને ચપ્પુને ઢોકળા માં ઉભું મૂકીને ચેક કરો.. જો ચપ્પા ને લોટ ના ચોંટે તો ખમણ તૈયાર..

  5. 5

    હવે ગેસ બંધ કરી લો. અને 2 મિનિટ ઢાંકીને ઢોકળીયા માં જ સીઝવવા દો.

  6. 6

    વઘાર કરવા માટે.. ગેસ ચાલુ કરીને વઘારીયા માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, મીઠા લીમડાના પાન,હિંગ અને લીલા મરચાં નાખીને વઘાર કરો તેમાં 1 ગ્લાસ પાણી નાખીને ઉકાળો. અને ગેસ બંધ કરી લો.

  7. 7

    હવે વઘાર કરેલું ગરમ પાણીને ખમણ ઢોકળાં પર પાથરો. અને ખમણ ઢોકળા ના કાપા પાડી ને તૈયાર કરો અને ઉપરથી સમારેલી કોથમીર નાખો.

  8. 8

    હવે એક પ્લેટમાં ખમણ ઢોકળા પીરસો... રોજિંદા ભોજન સાથે ખમણ ઢોકળા સ્વાદિષ્ટ લાગશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes