સેન્ડવીચ ઢોકળા

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

લોકડાઉન સમયે ઘરમાં બધા ને જ કંઈ નવું ખાવું હોય છે તો ઘરમાં જ રેસ્ટોરન્ટ જેવા સેન્ડવીચ ઢોકળા બનાવો.
#લોકડાઉન

સેન્ડવીચ ઢોકળા

લોકડાઉન સમયે ઘરમાં બધા ને જ કંઈ નવું ખાવું હોય છે તો ઘરમાં જ રેસ્ટોરન્ટ જેવા સેન્ડવીચ ઢોકળા બનાવો.
#લોકડાઉન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા
  2. 1 કપઅડદની દાળ
  3. 1/4 કપપૌવા
  4. 1/2 ટીસ્પૂનમેથી દાણા
  5. 1/2 ટીસ્પૂનસોડા
  6. 1 કપગ્રીન કોથમીર ચટણી
  7. 2 ટેબલ સ્પૂનતેલ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. વઘાર માટે :-
  10. રાય, જીરું, હીંગ, મીઠા લીમડાના પાન
  11. સજાવટ માટે:-
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા, દાળ અને મેથીને 4થી5 કલાક પલાળી દો.

  2. 2

    પૌવા પલાળી ચોખા અને અડદની દાળ નુ ખીરું દળી મીઠું નાખી મિક્સ કરી 7થી8 કલાક આથો આવવા દો.

  3. 3

    ઢોકળીયા ને ગરમ મૂકી થાળી ગ્રીસ કરી લો.ખીરા માં સોડા અને તેલ નાખી હલાવી થાળીમાં પાતળું લેયર પાથરો અને 3 મિનિટ કુક કરો.

  4. 4

    ગ્રીન ચટણી માં 1 ચમચો ખીરું મિક્સ કરી કુક કરવા મૂકેલી થાળી માં પાથરો અને ફરી 3 મિનિટ કુક કરો.

  5. 5

    ફરી ત્રીજું લેયર સફેદ ખીરા નુ પાથરો અને 5 મિનિટ કુક કરો.

  6. 6

    તૈયાર સેન્ડવીચ ઢોકળા ને ઉપર થી વઘાર કરો.કાપા પાડી પ્લેટ માં કાઢી કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes