ગાજરના ગળીયા ઘૂઘરા

Mruga Dave
Mruga Dave @cook_21916036

#MC બનાવવામાં સરળ અને બીજા મિષ્ટાન કરતા ઓછા સમયમાં બની જાય છે

ગાજરના ગળીયા ઘૂઘરા

#MC બનાવવામાં સરળ અને બીજા મિષ્ટાન કરતા ઓછા સમયમાં બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપગાજર
  2. 1 કપમેંદો
  3. સવા કપ ખાંડ
  4. 2 કપદૂધ
  5. કાજુ બદામ
  6. 3 ચમચીઘી સામગ્રી માટે
  7. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સ્ટફિંગ બનાવવા માટે સૌપ્રથમ ગાજરને છીણી લો. એક કડાઈમાં બે ચમચી જેટલું ઘી મૂકી ગાજરને સાંતળો

  2. 2

    ઘી બરાબર ભળવા માંડે પછી તેમાં એકથી દોઢ કપ દૂધ નાખી ગાજરને તેમાં ઉકળવા દો. અહીં ગાજરને ધીમે ધીમે હલાવતા રહો અને કડાઈમાં નીચે ન બેસે તેનું ધ્યાન રાખો

  3. 3

    દૂધ શોષાઈ જાય અને ગાજર ચડી જાય તે ચેક કરી લો. જો ગાજર બરાબર ચડ્યા ના હોય તો તેમાં દૂધ ઉમેરી વધુ પકાવી શકાય છે. પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર સાંતળી લો અને ખાંડને તેમાં બરાબર ભળી જાય ત્યાં સુધી મધ્યમ તાપ પર હલાવો

  4. 4

    તૈયાર થયેલ સ્ટફિંગ માં અનુકુળતા મુજબ કાજુ બદામ ઉમેરી શકાય છે. સ્ટફિંગ ને ઠંડું પડવા દો અને સામાન્ય તાપમાન પર આવે ત્યાં સુધી રાહ જુઓ

  5. 5

    સ્ટફિંગ ઠંડુ પડે ત્યાં સુધી લોટ બાંધવા માટે એક બાઉલમાં મેંદો લો. તેમાં અડધાથી એક ચમચી ઘી નું મોણ નાખી તેને મિક્સ કરો અને દૂધથી લોટ બાંધો

  6. 6

    સ્ટફિંગ ઠંડું પડી જાય પછી લોટને ઘી થી કુણ્વી લો અને તેમાંથી નાના નાના લુઆ બનાવો. ઘુઘરા બનાવવા માટે નાની પૂરી વણી, તેમાં સ્ટફિંગ ભરી તેને ઘુઘરા ના આકારમાં પેક કરો. તમે ઘૂઘરા ના મોલ્ડ નો ઉપયોગ કરી શકો છો

  7. 7

    ઘૂઘરાને ઘીમાં મધ્યમ તાપ પર તળી લો

  8. 8

    તૈયાર છે ગાજર ના ગળ્યા ઘૂઘરા. આ ઘૂઘરા સામાન્ય તાપમાન પર સિઝન પ્રમાણે આઠથી દસ દિવસ રાખી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mruga Dave
Mruga Dave @cook_21916036
પર

ટિપ્પણીઓ

Similar Recipes