મકાઈ ચીઝ પરાઠા

Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191
શેર કરો

ઘટકો

  1. સ્ટફિંગ માટેની સામગ્રી
  2. 3 નંગમોટી અમેરિકન મકાઈ નાદાણા
  3. 7-8 લીલાં મરચા
  4. 100 ગ્રામ માખણ
  5. 150 ગ્રામ ચીઝ
  6. 5 નંગડુંગળી
  7. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  8. 1 ચમચીમરી પાવડર
  9. 2 ચમચીચાટ મસાલો
  10. 100 ગ્રામ કોથમીર સુધારેલી
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. #લોટ માટે ની સામગ્રી
  13. 1/2 બાઉલ ઘઉંનો લોટ
  14. 4 ચમચીઘી મોણ માટે
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મકાઈ ચીઝ પરાઠા બનાવવા માટે મકાઈના દાણાને ધોઈને ઓવનમાં ૧૦ મિનિટ રાખી બાફી લેવાના ઓવનમાં નો બાફવા હોય તો ગેસ પર ચારણીમાં વરાળથી પણ બાફી શકીએ છે પછી ઠંડા થઈ જાય એટલે થોડા ક્રશ કરી લેવાના સાથે ડુંગળી પણ જીની બારીક સુધારી લેવાની. મરચા ને પણ બારીક સુધારી લેવાના

  2. 2

    હવે એક મોટા બાઉલમાં પેલા મકાઈ ડુંગળી કોથમીર લાલ મરચું મરી પાવડર ચાટ મસાલો લીલા મરચાં ને મીઠું સ્વાદ મુજબ નાખી બધું મિક્સ કરી લેવાનું હવે તેમાં સો ગ્રામ ચીઝ ખમણેલું નાખી દેવાનું ૫૦ ગ્રામ ચીઝ બીજું રહેવા દેવાનું

  3. 3

    હવે ઘઉંના લોટમાં ઘીનું મોણ ને મીઠું નાખીને રોટલી જેવો નરમ લોટ બાંધી લેવાનો 15 મિનિટ સુધી રેવા દેવા નો લોટ હવે આપણે પેલા રોટલીના લોટથી થોડોક વધારે લોટ લઇ ને ૨ રોટલી વણી લેવાની પછી એક રોટલી ઉપર તૈયાર કરેલો મકાઈનું સ્ટફિંગ આખી રોટલીમાં પાથરી દેવાનું ઉપર બીજી રોટલી વણી છે તે મૂકીને સાઈડ થી દબાવી દેવાનું પહેલા પછી વચ્ચેથી દબાવી દેવાનું

  4. 4

    હવે નોનસ્ટીક પેનમાં પરાઠાને બે બાજુ પેલા શેકવાનું પછી બટર લગાવીને બે બાજુ એકદમ ક્રિસ્પી થવા દેવાનું આ પરાઠા ધીમા તાપે શેકવા ના

  5. 5

    હવે તેમાં ઉપરથી ચીઝ ખમણ વાનુ પછી તેના ચાર પીસ કરી લેવાના તો તૈયાર છે આપણા ગરમાગરમ મકાઈ ચીઝ પરાઠા તેને દહી ને ટામેટા સોસ સાથે સર્વ કરસુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191
પર

ટિપ્પણીઓ

Similar Recipes