શેર કરો

ઘટકો

6 વ્યક્તિ
  1. પુરી બનાવવા માટે
  2. 1 વાટકીઘઉંનો લોટ
  3. 1 વાટકીરવો
  4. 1 વાટકીમેંદો
  5. 2 ચમચીસોડા/2 ઇનો
  6. મીઠું જરૂર મુજબ
  7. પાણી લોટ બાંધવા માટે
  8. તેલ તરવા માટે
  9. મસાલો બનાવવા
  10. 5-6 નંગબટેટા
  11. 1 વાટકીદેશી ચણા
  12. 2-3કાંદા
  13. લીલા ધાણા
  14. તીખું પાણી બનાવવા
  15. 2જુડી ફુદીનો
  16. 8-10તીખા મરચા
  17. 2લીંબુ
  18. 1આદુ
  19. થોડાલીલા ધાણા
  20. મીઠું જરૂર મુજબ
  21. સન્ચર જરૂર મુજબ
  22. મીઠી ચટણી બનાવવા
  23. 1 નાની વાટકીખજૂર
  24. થોડી સૂકી આંબલી
  25. મીઠું સ્વાદ મુજબ
  26. ગોળ સ્વાદ મુજબ
  27. 1/2 ચમચીજીરું પાવડર
  28. 1/2 ચમચીસન્ચર
  29. પુરી ઉપર લગાવવા માટે મસાલો
  30. 1 ચમચીસન્ચર
  31. 1 ચમચીમરચું પાવડર
  32. 1/2 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે પુરી બનાવવા ની તૈયારી કરીશુ.પુરી બનાવવા માટે ઘઉં નો લોટ,મેંદો,રવો સરખે ભાગે લય તેમાં મીઠું તેમજ ઇનો એડ કરી લોટ બંધીસુ.

  2. 2

    રેગ્યુલર હું પુરી ના લોટ માં સોડા બાટલી ની સોડા ઉમેરી લોટ તૈયાર કરું છું.પણ લોકડાઉન ના કારણે સોડા બાટલી ન મળતા મેં ઇનો નો ઉપયોગ કર્યો છે.

  3. 3

    હવે લોટ બાંધી ને તેના પર ભીનું કપડું ઢાંકી બે કલાક માટે રેવા દયસુ.

  4. 4

    ત્યારબાદ લોટ ને વ્યવસ્થિત મસળી તેના મોટા લુવા તૈયાર કરી મોટી રોટલી બનાવી તેને નાની વાટકી વડે કટ કરી લયસુ.

  5. 5

    હવે એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે પુરી ને બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળીશું.

  6. 6

    તીખું પાણી બનાવવા માટે ઘટકો માં દર્શાવેલ મુજબની વસ્તુ થોડા પાણી સાથે મિક્સચર માં ઉમેરી ક્રશ કરીશુ.ક્રશ થઈ ગયા બાદ એક વાસણ માં કાઢી તેમાં મસાલા ઉમેરી તેને હલાવીસુ.

  7. 7

    મીઠી ચટણી બનાવવા માટે ખજૂર,આંબલી તથા ગોળ ને પલાળી ત્યારબાદ તેને ઉકાળી ઠંડુ થયા બાદ મિક્સચર ના જાર માં ઉમેરી જરૂર મુજબ મસાલા એડ કરી ક્રશ કરીશુ.

  8. 8

    માવો બનાવવા માટે સૌ પ્રથમ ચણા ને 5 થી 6 કલાક માટે પલાળી ત્યારબાદ કુકર માં મીઠું તથા પાણી ઉમેરી બાફવા મુકીશુ સાથે 5 થી 6 નંગ બટેટા પણ બાફી લયસુ.

  9. 9

    ચણા બટેટા બફાઈ ગયા બાદ તેને ઠંડા થયા પછી એક બાઉલ માં લઇ મેસ કરી તેમાં મસાલા એડ કરી મિક્સ કરી લયસુ.અને કાંદા ને બારીક સમારી લયસુ.અહીં પુરી પર લગાવવા નો મસાલો પણ મેં ઘરે તૈયાર કરેલ છે જે ઘટકો માં દર્શાવેલ છે.

  10. 10

    તો રેડ્ડી છે આપની ઘર ની બનાવેલી પાણીપુરી.જે લારી કરતા હેલ્થ માટે સારી અને ફ્રેશ પણ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Helly Unadkat
Helly Unadkat @helly11
પર
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes