રાંધવાની સૂચનાઓ
- 1
અઢીસો ગ્રામ ચણાને રાતે પાણીમાં પલાળી રહેવા દેવા તેની સાથે એક તજ એક લવિંગ અને 2 એલચી પલાળી લેવા જેથી બાફતી વખતે એનો સ્વાદ સરસ આવે. સવારે ચણાને પાંચ સીટી વગાડીને બાફી લેવા બાફતી વખતે ચણામાં થોડું મીઠું ઉમેરવું.
- 2
ત્યારબાદ બે ડુંગળી તથા ૨ ટામેટા ને લઇ મિક્સર માં ક્રશ કરી લેવી. હવે એક કડાઈમાં ત્રણ ચમચી તેલ લઇ તેમાં 1 તમાલપત્ર બે લવિંગ એક તજ
ઉમેરવુ સગાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા તથા ડુંગળીની ક્રશ કરેલી ગ્રેવી ઉમેરો અને તેને પાંચ મિનિટ સુધી ચઢવા દેવી સાથે તેમાં બધો મસાલો ઉમેરી દેવો - 3
ગ્રેવી જ્યારે એકરસ થઈ જાય ત્યારબાદ તેમાં ચણાનો ઉમેરવા અને જરૂર મુજબ પાણી ઉમેરવું. અને તેને સરખી રીતે ચડવા દેવા જ્યાં સુધી ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી. છોલે તૈયાર થઈ ગયા છે હવે આપણે પૂરી બનાવશો.
- 4
એક બાઉલ ઘઉંનો લોટ લે તેમાં મોણ માટે તેલ અને જરૂર મુજબ મીઠુ ઉમેરી તથા પાણીથી લોટ બાંધવો લોટ કઠણ બાંધવાનો છે ઘઉ ની પુરી એટલા માટે બનાવી છે જેથી કરીને તે પૌષ્ટિક છે એટલે માટે. લોટ બંધાઈ ગયા બાદ મેં ગોયણું પુરી બનાવી લીધી છે
- 5
હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થઈ ગયા બાદ મેં પૂરી કરી લીધી છે. પુરી તૈયાર છે.
- 6
તો તૈયાર છે આપણું ગરમા-ગરમ પંજાબી છોલે અને પૂરી આપણે તેને ડુંગળી તળેલા મરચાં તથા છાશ સાથે સર્વ કરીશું.
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ (3)