શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો જીણો લોટ
  2. ૧/૨ કપ ઘઉંનો જાડો લોટ [ભાખરીનો ]
  3. 2 ટેબલસ્પૂનરવો
  4. ૧/૨ ટીસ્પૂન હળદર
  5. ૧/૨ હિંગ
  6. 1 ટીસ્પૂનલાલમરચું
  7. 1 ટીસ્પૂનધાણાજીરું
  8. 2 ટેબલસ્પૂનઘી મોણ માટે
  9. મીઠું સ્વાદમુજબ
  10. 1 કપદૂધ લોટ બાંધવા માટે
  11. ચપટીઅજમો
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટમાં ઘઉંનો લોટ અને રવો ચાળીને લ્યો,
    તેમાં ૨ ટેબલસ્પૂન તેલ કે ઘીનું મોણ આપો
    ઘી લોટમાં સરખું મિક્સ થઇ જાય તે રીતે હાથે થી મિક્સ કરી લ્યો
    હવે લોટમાં બધા જ મસાલા ઉમેરો,મીઠું ઉમેરો,
    બધું સરખું મિક્સ કરી દૂધ વડે લોટ બાંધો,
    બહુ કઠણ પણ નહીં અને રોટલી જેટલો ઢીલો પણ નહીં એવો લોટ બાંધી લો

  2. 2

    તેલ કે ઘી વડે કૂણવી દસ મિનિટ માટે ઢાંકી દ્યો,
    દસ મિનિટ પછી ફરી કૂણવી લઇ નાના નાના લુઆ કરી લ્યો
    સરસ ગોળ પુરી વણી લ્યો,

  3. 3

    કડાઈમાં તેલ ગરમ મુકો,ગરમ થઇ જાય એટલે પૂરીઓ તળી લ્યો
    પુરી તળતી વખતે જે સાઈડ વણી હોય તે તેલમાં નીચે ડૂબે તે રીતે જ નાખવી
    જેથી પુરી ફૂલીને તરત જ તેલમાંઉપર આવી જશે
    આ રીતે બધી પૂરીઓ તળી લ્યો

  4. 4

    પૂરી નામ પડતા જ કેટ કેટલી પૂરીઓ નજર સામે આવી જાય,
    મોળી પૂરી,ગળી પૂરી,દોથા પૂરી,લોચા પૂરી, તીખી પૂરી,ફરસી પૂરી,તીખી પૂરી,,,,,,,,
    લિસ્ટ લખીશ તો,,,,પરંતુ આ પીળી મસાલા પૂરીનો કોઈ જોટો ના જડે
    બધા સાથે ચાલે,શાક હોય કે સંભારો,ચા હોય કે દૂધપાક બપોરનું જમણ કે રાત્રિનું વાળું
    કે પછી સાંજની નાની નાની ભૂખ,,,
    મન થાય ત્યારે ગરમાગરમ હાજર,,,
    અત્યારે લોકદવાનનો શ્રેષ્ટ વિકલ્પ,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes