આખી ડુંગળી નું શાક (onion sabji Recipe In Gujarati)

chandni's kitchen
chandni's kitchen @cook_03041992

@chandni's kitchen

આખી ડુંગળી નું શાક (onion sabji Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

@chandni's kitchen

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
  1. 8-10ડુંગળી
  2. 3 tbspસીંગદાણા
  3. 2 tbspતલ
  4. 1 tspસુુુકા ધાણા
  5. 5-6મરી ના દાણા
  6. 3-4લવિંગ
  7. 2નાના ટુકડા તજ
  8. 200 gmટામેટા ની પ્યૂરી
  9. 10-12કાજુ
  10. 1 tbspઆદુ,મચ્ચા,લસણ ની પેસ્ટ
  11. 4 tbspતેલ
  12. 1 tspજીરું
  13. 1 tspહળદર
  14. 2 tspલાલ મરચુ પાવડર
  15. 1 tspધાણાજીરું પાવડર
  16. 1/4 tspહિંગ
  17. 1 tbspગોળ
  18. 1 tspલીંબુ નો રસ
  19. કોથમરી
  20. મીઠું સ્વાદ પ્રમાણે
  21. પાણી

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પેલા ડુંગળી ના ફોતરાં કાઢી નાખો.
    પછી થી એક વાસણ માં પાણી ગરમ કરવા મુકો અને ડુંગળી ને મુઠીયા નિ જેમ વરાળ 8-10 મિનિટ માં બાફી લો.
    પછી બીજા વાસણ માં સીંગદાણા,તલ, આખો સૂકો મસાલો વાર ફરથી સેકી લો.
    તે બધું શેકાય ગયા પછી વાર ફરથી મિકચર માં કર્સ કારી લો.
    પછી તે જ વાસણ માં 4 tbsp તેલ મુકો.

  2. 2

    તેલ ગરમ થાય એટલે એમ કાજુ તળીઓ.
    કાજુ તાલાય જય પછી, તેમાં 1 tsp જીરું નાખી વઘાર કરો.
    પછી તેમાં 1tbsp આદુ,મરચા, લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો.
    ત્યારબાદ એમ સીંગદાણા નો ભુકો નાખી મિક્સ કારી લો.
    પછી તેમાં તલ અને કર્સ કરેલો સૂકો મસાલો નાખી ને 2-3 મિનિટ શેકવા દો.
    બધું શેકાય જાય ત્યાર પછી તેમાં ટામેટા ની ગ્રેવી નાખી દો.
    તેલ છૂટું પડે ત્યા સુધી ગ્રેવી ને પકવી લો.

  3. 3

    તેલ છૂટું પાડવા લાગે એટલે એમ હળદર, મરચું પાવડર, ધાણાજીરું પાવડર નાખી ને 5-7 મિનિટ ઢાંકી ને પાકવા દો.
    પછી થી તેમાં બાફેલી ડુંગળી માં વચ્ચે કાપા પાડી ને ગ્રેવી ના નાખી દો.
    અને 1 કપ થી થોડું વધુ પાણી નાખો ગ્રેવી કેટલી જાડી ક પાતળી કરવી છે તેના આધારે પાણી નાખવાનું.

  4. 4

    હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી ઢાંકી ને 5મિનિટ માટે પાકવા દો.
    ડુંગળી બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં ગોળ, લીંબુ ને રસ, કાજુ અને કોથમીર નાખી ને 2 મિનિટ માટે થવા દો
    બધું બરાબર મિક્ષ થઈ જાય એટલે ગેસ બંધ કરી ને 1/2 2tbs ગરમ મસાલો નાખી મિક્સ કરી લો.

  5. 5

    ગરમ મસાલો છેલ્લે નાખવો જેથી તેની ટેસ્ટ સરસ આવે.
    પછી સુરવિંગ પ્લેટ માં લઇ ડુંગળી ના શાક ઉપર સેવ નાખી ને પીરસો.
    ડુંગળી નું શાક રોટલી, પરાઠા, રોટલો, ખીચડી, દરેક જોડે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chandni's kitchen
chandni's kitchen @cook_03041992
પર

ટિપ્પણીઓ

Similar Recipes