ઘટકો

  1. 1 કિલોદુધી
  2. 250 ગ્રામખાંડ
  3. 1 વાટકીતાજી મલાઈ
  4. અડધી વાટકી શુદ્ધ ઘી
  5. 1 વાટકીચોખ્ખું દૂધ
  6. થોડો ખાવાનો લીલો કલર
  7. ગાર્નીશિંગ માટે
  8. કાજુ, બદામ, કિસમીસ
  9. થોડો એલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધી ની છાલ ઉતારીને ખમણી લો. ત્યારબાદ તેને એકદમ નીચવીને અંદરનું બધું જ પાણી વજન દઈને કાઢી નાખો.

  2. 2

    ત્યારબાદ એક લોયામાં ઘી મૂકીને દૂધીને સાંતળી લો. સરસ સંતડાઈ ગયા પછી તેની અંદર મલાઈ નાખો અને ફરીથી હલાવો.

  3. 3

    થોડીવાર હલાવ્યા બાદ તેની અંદર દૂધ નાખીને ફરી હલાવો. એકદમ સરસ દુધી પાકી જાય ત્યારબાદ તેની અંદર ખાંડ નાખી દો.

  4. 4

    હવે વળી પાછો એકદમ સરસ હલાવો. તવીથો ઊભો રહી જાય એવું થઈ જાય એટલે એની અંદર એલચી પાઉડર નાખી દો. અને થોડો ખાવાનો લીલો કલર પણ અંદર નાખો.

  5. 5

    તૈયાર છે આપણો દુધીનો હલવો... હવે એક પ્લેટમાં હલવો કાઢી લો અને તેને કાજુ, બદામ, કિસમિસ વડે ગાર્નિશિંગ કરો. દુધીનો હલવો ગરમા-ગરમ પણ મજા આવે છે અને ફ્રીઝમાં રાખીને ઠંડો કરેલો પણ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes