મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711
શેર કરો

ઘટકો

  1. 1મોટુ પેકેટ મેગી
  2. 1 કપસોજી
  3. 2 કપચણા નો લોટ
  4. 1/2 કપમેંદો
  5. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  6. 1 નંગઝીણું સમારેલું કેપ્સીકમ
  7. 1 નંગટમેટૂ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. તેલ તળવા માટે
  10. 1પેકેટ ઈનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ મેગી ને થોડી કાચી-પાકી રાંધી લો પછી તેમાંથી પાણી નિતારી લો તેમાં પહેલેથી મસાલો એડ નવ કરો

  2. 2

    મેગી ઠંડી થઈ ગયા પછી તેમાં સોજી ચણાનો લોટ નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી લાલ કેપ્સિકમ તેમજ ટમેટૂ નાખો તેમજ મેગી મસાલા અને જરૂર મુજબ લાલ મરચું અને હળદર નાખો અને ત્રણેક ચપટી જેટલું ઈનો નાખો અને બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે એક નાના બાઉલમાં મેંદા ની પેસ્ટ રેડી કરો

  5. 5

    એક પેનમાં તેલ ગરમ કરી લો તેલ ગરમ થઈ ગયા પછી રેડી કરેલા મેગી પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળો પછી ઉપરથી મેગી મસાલો ભભરાવો

  6. 6

    પછી આ મિશ્રણના નાના બોલ્સ બનાવી તેને મેંદાની સ્લરી માં રગદોળી પછી થોડી કાચી મેગી માં રગદોળો

  7. 7

    તૈયાર થઈ ગયેલા મેગી પકોડા ને ગરમાગરમ એક સર્વિંગ પ્લેટમાં લઈ સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

ટિપ્પણીઓ

Similar Recipes