પંજાબી છોલે

Khushi Dattani
Khushi Dattani @cook_21123323
Khambhaliya

#goldenapron3 week16

શેર કરો

ઘટકો

5 વ્યક્તિ
  1. 150 ગ્રામકાબુલી ચણા
  2. 3 નંગડુંગળી
  3. 2 નંગટામેટા
  4. 2 ચમચીઆદું, મરચાં, લસણની પેસ્ટ
  5. 2 ચપટીહિંગ
  6. ખડા મસાલા 2 લવિંગ,તજ,તમાલપત્ર,લાલ સૂકું મરચાં, 2 ઇલાયચી
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચીછોલે મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પંજાબી છોલે બનાવવા માટે સૌ પ્રથમ ચણા ને 7/8 કલાક સુધી પલાળી રાખવા.પછી કૂકરમાં 3 થી 4 સીટી વગાડી કુક કારી લેવા. પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને ખડા મસાલા નાખી વઘાર કરવો.પછી તેમાં આદું,મરચાં,લસણ ની પેસ્ટ ઉમેરી 1 મિનિટ પછી સાવ બારીક સમારેલી ડુંગળી નાખી 3 મિનિટ સુધી સાંતળવી ગોલ્ડન બ્રોઉન થાય એટલે તેમાં ટામેટાં ની પ્યુરી નાંખીને હલાવી લો. પછી તેમાં હળદર,લાલ મરચું પાઉડર, ધાણાજીરું,મીઠું નાંખીને 5-7 મિનિટ સુધી પકાવો.

  2. 2

    હવે તેમાં ચણા નાખીને બરાબર હલાવી લો. પછી તેમાં ગરમ મસાલો અને છોલે મસાલો નાખી 5 મિનિટ સુધી થવા દેવું.હવે આપના મસ્ત પંજાબી છોલે તૈયાર છે લીલા ધાણા છાંટી સર્વ કરો.

  3. 3

    છોલે ખાવાની 2 કલાક પહેલાં બનીજાય તો વધારે ટેસ્ટી લાગે છે.તો તૈયાર છે છોલે તમે ભટુરે અથવા પૂરી અથવા પરોઠા સાથે પણ ખાઈ શકો છો.એક વાર જંરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Dattani
Khushi Dattani @cook_21123323
પર
Khambhaliya

ટિપ્પણીઓ

Similar Recipes