તુવેર ની દાળ

Bhargavi Dave Joshi
Bhargavi Dave Joshi @cook_22357419

તુવેર ની દાળ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 2મુઠી તુવેર ની દાળ
  2. 1 નંગલીલું મરચું
  3. 1 નંગટામેટું
  4. રાય,
  5. જીરું,
  6. હિંગ,
  7. 1પાવડો તેલ
  8. 10/12દાણા માંડવી
  9. હળદર,
  10. મીઠું,
  11. મીઠો લીમડો,
  12. ખાંડ,
  13. આદું,
  14. લીંબુ,
  15. કોથમરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ ને બરાબર ધોઈ અને તેમાં મીઠું અને પ્રમાણ સર પાણી ઉમેરી કુકર માં બાફવા માટે ગેસ પર મૂકી દો. મીડીયમ તાપે 4 થી 5 સીટી થાય એટલે ગેસ બંધ kari દાળ માં બધા મસાલા એડ કરો. આદું, હળદર, ખાંડ, ખમણેલું ટામેટું, સમારેલું લીલું મરચું, માંડવી ના દાણા, *મીઠો લીમડો થોડો હાથ વડે ચોળી ને નાખવો એના થી સુગંધ સરસ બેસી જાય છે. *મેં ટામેટું ખમણીને નાખેલ છે. જેથી એનો દેખાવ અને સ્વાદ બંને ખુબ જ સારા લાગે છે.*મીઠું આપડે બાફવા માં નાખી દીધેલું છે એટલે ફરી થી નઈ નાખીએ.

  2. 2

    બધા મસાલા એડ થયાં પછી દાળ ને ગેસ પર ધીમા તાપે ઉકાળો 1 થી 2 ઉભારો આવે એટલે એને વધારો. વઘાર માટે 0.5 પાવડુ તેલ મૂકી તેમાં રાય ફૂટે પછી જીરું અને એના પછી હિંગ નાખી આ વઘાર દાળ માં ઉપર થી છમકારો. * ફરી એક વાર 0.5 પાવડુ તેલ મૂકી તેમાં રાય, જીરું, અને હિંગ ઉપર મુજબ જ વઘાર થાય એટલે દાળ માં નાખો. * અહીં મેં 2 વાર વઘાર કરેલ છે એના થી દાળ નો સ્વાદ ખુબજ સારો આવે છે. ઉપરથી કોથમીર ને ધોઈ ને સુધારી ડેકોરેટ કરો.

  3. 3

    આ દાળ મને મારાં મમ્મી ના હાથ ની બોવ જ ભાવતી. અને આજે મારી ટ્વિન્સ દીકરીઓ ને મારાં હાથ ની એ જ ટેસ્ટ વાળી દાળ બહુ ભાવે છે. 😍*

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhargavi Dave Joshi
Bhargavi Dave Joshi @cook_22357419
પર

Similar Recipes