સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic bread recipe in Gujarati)

Brinal Parmar
Brinal Parmar @Brinal_05

સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic bread recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧-૧.૩૦ કલાક
  1. બ્રેડ.બનાવવા માટે:
  2. 1 કપમેંદો
  3. 1 ચમચીબેકિંગ પાવડર
  4. 1 ચમચીબેકિંગ સોડા
  5. 1 ચમચીઓરેગાનો
  6. ૧/૨ કપ મોળું દહીં
  7. 2 ચમચીતેલ
  8. પાણી જરૂર મુજબ
  9. સ્ટફિંગ માટે:
  10. ૨૫ ગ્રામ બટર
  11. 2 ચમચીલસણની પેસ્ટ
  12. 1 ચમચીઓરેગાનો
  13. 1 ચમચીપેપરીકા(ચીલી ફલેક્શ)
  14. ર ચમચી બાફેલી મકાઈના દાણા
  15. 1 ચમચીસમારેલું કેપ્સિકમ
  16. ૩-૪ ચમચી ખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧-૧.૩૦ કલાક
  1. 1

    સૌપ્રથમ બ્રેડ ની બધી સામગ્રી મીક્સ કરી જરૂર મુજબપાણી ઉમેરી કઠણ લોટ બાંધો અને તેને તેલ વગાવી ૪૫ મીનીટ સુધી ઢાંકીને રાખી મુકો.

  2. 2

    ૪૫ મીનીટ પછી લોટને ખૂબ મસળો (લગભગ ૫-૭મીનીટ) અને સૂકો લોટ ભભરાવીને પરોઠા જેવો જાડો રોટલો વણો.

  3. 3

    એક બાઉલમાં બટર, લસણની પેસ્ટ, ઓરેગાનો, પેપરીકા મીક્સ કરી તેને રોટલા પર લગાવો.

  4. 4

    હવે તેની.એક બાજુ મકાઈના દાણા, કેપ્સિકમ તથા.ચીઝ પાથરીને બીજીબાજુ થી બરાબર ચોટે તે રીતે ઢાંકી દો, ઉપર ગાર્લિક બટર,પેપરીકા ભભરાવી ઊભા કટ લગાવો.

  5. 5

    ઓવન માં ૧૮૦℃ પર ૨૦-૨૨મીનીટ બેક કરી ગરમાગરમ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinal Parmar
Brinal Parmar @Brinal_05
પર

Similar Recipes