સાબુદાણા ની ફરાળી ખીચડી

Darshana
Darshana @cook_22105867

મારી પ્રિન્સેસની આ ખીચડી ખૂબ જ ભાવે છે અને જ્યારે રસોઈ નું પૂછ્યું ત્યારે આજ બનાવવાનું કહે છે અને મનથી ખાય છે અને મને બનાવાના આનંદ પણ આવે છે

સાબુદાણા ની ફરાળી ખીચડી

મારી પ્રિન્સેસની આ ખીચડી ખૂબ જ ભાવે છે અને જ્યારે રસોઈ નું પૂછ્યું ત્યારે આજ બનાવવાનું કહે છે અને મનથી ખાય છે અને મને બનાવાના આનંદ પણ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસાબુદાણા
  2. 1બટેટુ
  3. 1વાટકો માંડવીના બી
  4. 1લીલુ મરચું
  5. 1નાનો કટકો આદુ
  6. દોઢ ચમચી લાલ મરચું પાવડર
  7. 1લીંબુ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. દોઢ ચમચી ખાંડ
  10. કોથમીર
  11. છથી સાત ચમચી તેલ
  12. અડધી ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને બે કલાક અગાઉ પલાળી દેવા ત્યારબાદ બટેટુ ઝીણું સમારી લેવું બીને સેકીને ફોતરા કા કાઢી ભૂકો કરી લેવો

  2. 2

    લોયા માં તેલ મૂકી તેમાં જીરું નાખી મીઠો લીમડો નાખી આદુ મરચા બટેટુ નાખવું

  3. 3

    બટેટુ ચડી જાય પછી તેમાં માનવીના બીનો ભૂકો અને સાબુ દાણા નાખવા અને મીઠું મરચું હળદર લીંબુ ખાંડ મસાલો કરી લેવું ત્યારબાદ હલાવવું અને થાળી ઢાંકી ચડવા રાખી દેવું

  4. 4

    પંદરથી વીસ મિનિટ ચડવા રાખવું સાબુદાણા જોઈ લેવા વારેવારે હલાવો સાબુ દાણા ચડી જાય ત્યારબાદ કોથમીર છાંટવી સાબુદાણા ની ફરાળી ખીચડી તૈયાર છે દહીં સાથે પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshana
Darshana @cook_22105867
પર

ટિપ્પણીઓ

Similar Recipes