સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta  khichdi recipe in gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

#ઉપવાસ
શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 5-6બટેટા
  2. 2 કપસાબુદાણા
  3. 2લીલા મરચા ઝીણા સમારેલા
  4. 1/2 ચમચીઆદુ ખમણેલું
  5. લીમડો - કોથમીર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2-3 ચમચીદળેલી ખાંડ
  8. 1 ચમચીલાલ મરચુ
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. 1/2 ચમચીજીરૂ
  11. 4-5 ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને 3-4કલાક પલાળી રાખવા.બટેટા ને બાફી ને છાલ કાઢી સમારી લેવા.આદુ ખમણી લેવું,લીલા મરચા સમારી લેવા અને વઘાર માટે લીમડો તૈયાર કરવો.

  2. 2

    ત્યાર બાદ ગેસ ઉપર 1 કડાઈ માં 4-5ચમચી જેટલું તેલ મૂકી તેમાં જીરૂ નો વઘાર કરી તેમાં લીમડો નાખી તેમાં સાબુદાણાને પાણી નિતારી નાખવા.સાબુદાણા બફાઈ જાય એટલે તેમાં સમારેલા બટેટા નાખવા. ત્યાર પછી તેમાં આદુ,લીલા મરચા,મીઠું, દળેલી ખાંડ, લીંબુ નો રસ,લાલ મરચુ બધું એડ કરી મિક્સ કરી લેવું અને ગેસ બંધ કરી દેવો.

  3. 3

    ત્યાર બાદ એક સર્વિંગ પ્લેટ માં લઇ ઉપર કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.તો તૈયાર છે ઉપવાસ માટે સાબુદાણા બટેટા ની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર

Similar Recipes