પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#મોમ
આઈસ્ક્રીમ બધાને ગમે છે, બાળકોને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે. આ પાન દિલબહાર આઈસ્ક્રીમ મેં મારા બાળકો માટે બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, આ આઈસ્ક્રીમને મેં ચોકલેટ કપમાં સર્વ કરી છે જે બાળકોને ગમશે જ. આપણે પાન તો કોઈક વાર ખાઈએ છીએ પણ એજ સ્વાદ આઈસ્ક્રીમમાં મળી જાય તો શું કહેવું. ચોકલેટ અને પાન આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે.

પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)

#મોમ
આઈસ્ક્રીમ બધાને ગમે છે, બાળકોને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે. આ પાન દિલબહાર આઈસ્ક્રીમ મેં મારા બાળકો માટે બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, આ આઈસ્ક્રીમને મેં ચોકલેટ કપમાં સર્વ કરી છે જે બાળકોને ગમશે જ. આપણે પાન તો કોઈક વાર ખાઈએ છીએ પણ એજ સ્વાદ આઈસ્ક્રીમમાં મળી જાય તો શું કહેવું. ચોકલેટ અને પાન આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 થી 5 કલાક
5 વ્યક્તિ
  1. 2 કપઅમૂલ ફ્રેશ ક્રીમ
  2. 1/2 કપદૂધ
  3. 1/2 કપદળેલી ખાંડ (સ્વાદાનુસાર)
  4. 3-4ટીંપાં લીલો ફુડ રંગ(ઓપ્શનલ)
  5. પાનની પેસ્ટ બનાવવા માટે-
  6. 3-4કલકત્તા પાન
  7. 2 ટેબલસ્પૂનગુલકંદ
  8. 2 ટેબલસ્પૂનવરીયાળી
  9. 1 ટીસ્પૂનઈલાયચીનો ભુક્કો
  10. 2 ટેબલસ્પૂનદૂધ
  11. ચોકલેટ કપ બનાવવા માટે-
  12. 150 ગ્રામડાર્ક ચોકલેટ
  13. ગાર્નિશિંગ માટે-
  14. 5 નંગચેરી
  15. 2 ટેબલસ્પૂનટુટીફ્રુટી
  16. 1 ટેબલસ્પૂનમુખવાસ
  17. સુકી ગુલાબની પાંદડીઓ

રાંધવાની સૂચનાઓ

4 થી 5 કલાક
  1. 1

    સૌ પ્રથમ કલકત્તા પાનને પાણીથી બરાબર સાફ કરી, કપડાથી લુછી કોરા પાડીને,પાનને ઉપરથી ડાળીવાળો ભાગ કાપી દો.આવી રીતે બધા પાન કાપી, પાનના નાના ટુકડા કરી દો.

  2. 2

    અેક મિકસરના જારમાં કાપેલાં પાન, ગુલકંદ, ઈલાયચીનો ભુક્કો, વરિયાળી તેમજ દૂધ ઉમેેરી બારીક વાટીને પેસ્ટ બનાવી લો.

  3. 3

    એક બાઉલમાં અમૂલ્ય ફ્રેશ ક્રીમ નાખી 20 મિનિટ માટે ફ્રીજમાં ઠંડી કરવા મૂકો, ત્યારબાદ ઈલેક્ટ્રિક બીટર અથવા હેન્ડ બ્લેન્ડર થી 5 થી 7 મિનિટ સુધી બીટ કરો.

  4. 4

    ત્યારબાદ ક્રીમમાં પાનની પેસ્ટ, દળેલી ખાંડ અને દૂધ ઉમેરી ફરી 1 મિનિટ માટે બ્લેન્ડર ફેરવી દો.

  5. 5

    જો આઈસ્ક્રીમને વધારે થોડું લીલો રંગ આપવું હોય તો લીલો ફુડ રંગ ઉમેરી બ્લેન્ડરથી મિક્સ કરી દો. આઈસ્ક્રીમ માટેનું મિશ્રણ તૈયાર છે.

  6. 6

    હવે તૈયાર કરેલ આઈસ્ક્રીમના મિશ્રણને કાચના ઢાંકણવાળા બાઉલમાં અથવા એલ્યુમિનિયમ મોલ્ડમાં નાખીને,ઉપર થોડી ટુટીફ્રુટી નાખી ઢાંકણથી ઢાંકી,ફ્રીજરમાં 4 થી 5 કલાક આઈસ્ક્રીમને સેટ થવા મૂકો.

  7. 7

    ચોકલેટને ડબલ બોઈલરમાં અથવા માઈક્રોવેવમાં મેલ્ટ કરીને સિલિકોન કપમાં અંદરની ચારેય બાજુ નાખીને, વધારાની ચોકલેટ બહાર કાઢી લો, ચોકલેટનું પાતળું પડ બનાવવો. આવી રીતે બધા મોલ્ડ તૈયાર કરી ફ્રીજમાં 5 મિનિટ સેટ થવા માટે મૂકી દો.

  8. 8

    ફ્રીજમાંથી સેટ થયેલા સિલિકોન મોલ્ડમાંથી અંદરની તરફ તૈયાર કરેલ ચોકલેટ કપ,સિલિકોન કપમાંથી ધીરે ધીરે હળવા હાથે બહાર કાઢો,જો ચોકલેટ કપ ટુટી જાય તો ફરી ચોકલેટ મેલ્ટ કરી બનાવો. તૈયાર કરેલ ચોકલેટ કપને ફ્રીજમાં મૂકી દો.

  9. 9

    5 કલાક પછી પાન આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગઈ છે કે કેમ તે તપાસો.

  10. 10

    તૈયાર ચોકલેટ કપમાં બનાવેલ આઈસ્ક્રીમ નાખીને ઠંડી ઠંડી સર્વ કરો. તૈયાર છે પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ ચેરી, ટુટીફ્રુટી, ગૃુલાબની પાંદડીઓ અને મુખવાસથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes