ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Mehula Joshi
Mehula Joshi @cook_20585749

મને ભાવતી ખાંડવી મારી મમ્મી એ મને શીખવાડી છે. મને અને મમ્મી ને ખાંડવી ખુબ ભાવે છે.

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

મને ભાવતી ખાંડવી મારી મમ્મી એ મને શીખવાડી છે. મને અને મમ્મી ને ખાંડવી ખુબ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 1 મોટો વાટકોચણા નો લોટ
  2. 2વાટકા છાસ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીખાંડ
  6. વધાર માટે
  7. 1 ચમચોતેલ
  8. 1 ચમચીરાય
  9. 1 ચમચીજીરું
  10. 1 ચમચીતલ
  11. 4-5 લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા નો લોટ લો અને ચાળી લો.

  2. 2

    હવે છાસ લો, તેને ધીરે ધીરે ચણા ના લોટ માં રેડો. સરસ એકરસ થઇ જાય તેમ હલાવો.

  3. 3

    હવે તેમાં હળદર, મીઠું, ખાંડ નાખી હલાવી ને પાંચ મિનિટ રાખો.

  4. 4

    એક પેન લો, તેમાં આ મિશ્રણ નાખી ને ધીમા આંચે હલાવો. ચમચો વચ્ચે ઉભો ના રહે ત્યાં સુધી હલાવો.

  5. 5

    એક થાળી ને ઉંધી કરી તેલ લગાવી રાખો, આ મિશ્રણ ઘટ્ટ થઇ જાય એટલે થાળી પર પાથરી ને ચાકુ થી આકા પાડી લો. ખાંડવી ગરમ જ વાળી લો.

  6. 6

    એક બાજુ વઘાર માટે તેલ ગરમ કરવા રાખી તેમાં રાય, જીરું, તલ, લીમડો નાખી વધાર ને ખાંડવી પર રેડો. ધાણા ભાજી વડે સજાવટ કરો. તો તૈયાર છે આપડી મનપસંદ ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mehula Joshi
Mehula Joshi @cook_20585749
પર

ટિપ્પણીઓ

Similar Recipes