આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot

#મે
આ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે.

આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો

#મે
આ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
2serving
  1. 1 ગ્લાસપાણી
  2. 2 ચમચીઘી
  3. 2વાટકો બાજરી નો લોટ
  4. 10/11 નંગડુંગળી
  5. 3ટામેટા
  6. 1 ચમચીઆદું મરચા -લસણની પેસ્ટ
  7. 2 ચમચીસીંગદાણાનો ભૂકો
  8. 2 ચમચીતલનો ભૂકો
  9. 3/4 કપસેવ અથવા ગાંઠીયાનો ભૂકો
  10. 1 ચમચીતજ, લવિંગ ને તીખાનો ભૂકો
  11. 5 ચમચીતેલ
  12. 1/2 ચમચીહળદર
  13. 2 ચમચીલાલ મરચું પાવડર
  14. 1 ચમચીધાણાજીરું પાવડર
  15. સ્વાદ મુજબ મીઠુ
  16. 1 ચમચીકાશમીરી લાલમરચુ પાવડર
  17. અડધો ગ્લાસ પાણી
  18. 10/12કાજુ
  19. 2 ચમચીગોળ
  20. 2 ચમચીકોથમીર
  21. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળીની છાલ કાઢી લો, તેને છાલ ઉતારતી વખતે એનું મોઢું સાવ કાપવાનુ નથી એ ધ્યાન રાખવાનું થોડુંક એવુજ કાપવાનુ જેથી કરીને તેના પડ અલગ થાય નહીં.

  2. 2

    હવે બધા મસાલા પીસીને તૈયાર કરવા પછી એક પેનમાં તેલ મુકવું, તેલ આવી જાય એટલે ડુંગળી ફ્રાય કરવી, એને આછા ગુલાબી -બ્રાઉન કલરની ફ્રાય કરી કાઢી લો. એજ તેલમાં કાજુ ફ્રાય કરવા.

  3. 3

    હવે તેલમાં તજ -લવિંગ ને તીખાનો પાવડર નાખો, આદું મરચા લસણની પેસ્ટ નાખી 1 મિનિટ સાંતળો. હવે ટમેટાની પેસ્ટ નાખી ને હલાવો, તલ નો ભૂકો નાખો ને પાણી નાખી ચડવા દયો, હળદર, લાલ મરચું, મીઠુ નાખી હલાવી ચડવા દેવું. થોડીવાર પછી એમાં સીંગદાણા નો ભૂકો ને સેવ નો ભૂકો નાખી દેવો, મે ગાંઠીયા નથી લીધા સેવ લીધી છે એટલે સેવ નો ભૂકો નાખીયો છે. થોડીકવાર ચડવા દેવું ઘટ્ટ થઈ જાય એટલે ફ્રાય કરેલી ડુંગળી ને કાજુ નાખી બરાબર હલાવવુ, સીજી જાય એટલે ઉપરથી બે ચમચી ગોળ નાખી ફરીથી હલાવવુ, તેલ બધું ઉપર આવી જાશે તો તૈયાર છે આપડું શાક

  4. 4

    હવે રોટલો બનાવવા માટે કથરોટમાં લોટ લઈને પાણી નાખી હાથથી લોટને મસળવો પછી ગોટા જેવું વાળી હાથેથી રોટલો ટિપવો. પછી લોઢી ગરમ કરવા મુકવી ગરમ થઈ જાય એટલે રોટલો નાખવો.

  5. 5

    પછી બંને બાજુ રોટલો ચોળવીને ગેસ ની આંચ પર શેકવો ફૂલે એટલે રોટલાને બરાબર શેકી નીચે ઉતારી લેવો અને ઘી થી ચોપડી લેવો.

  6. 6

    હવે શાક ને એક બાઉલમાં કાઢી કાજુ ને કોથમીર નાખો.

  7. 7

    હવે એક સર્વિંગ પ્લેટમાં રોટલો મુકો, મે અહીંયા ગૂંદાનો સંભારો, કાચી કેરીનું athanu, અડદના પાપડ, ને મસાલા છાશ સાથે પંજાબી આખી ડુંગળીનું શાક સર્વ કર્યું છે તો તૈયાર છે આપણું પંજાબી આખી ડુંગળીનું શાક ને બાજરાનો રોટલો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર
Rajkot

ટિપ્પણીઓ (4)

Similar Recipes