રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

# પરાઠા એન્ડ રોટી.
# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો

રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)

# પરાઠા એન્ડ રોટી.
# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. છથી સાત નંગ રોટલી
  2. 1બાઉલમાં ચણાનો લોટ
  3. છથી સાત નંગ પાલક
  4. જરૂર મુજબ પાણી
  5. ૧ ચમચી લાલ ચટણી
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. અડધી ચમચી હળદર
  8. નિમક સ્વાદ પ્રમાણે
  9. ૧ નંગ ડુંગળી
  10. બેથી ત્રણ ચમચી આદુ મરચા કોથમરી અને લસણ ની પેસ્ટ
  11. ૧ નંગ લીંબુ
  12. તળવા માટે તેલ
  13. છથી સાત ચમચી દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી લેવી.

  2. 2

    રેડી છે રોટલી.

  3. 3

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લેવો તેમાં બધા મસાલા એડ કરી દેવા. તેમાં કાંદા, આદુ, મરચા, કોથમરી અને લસણની પેસ્ટ પણ એડ કરી દેવી. વધુ સારી રીતે મિક્સ કરી લેવું જરૂર મુજબ પાણી એડ કરવું. ખીરું સેજ ઘટ રાખવું.

  4. 4

    એક રોટલી લેવી તેના પર ખીરું લગાડવું તે ખીરા પર એક પાલક પાન મૂકવું પછી તેના પર ખીરું લગાડવું આવી રીતે બે રોટલી અને પાલક ના પાન લઈને ખીરું લગાડવું

  5. 5

    હવે તેનો રોલ બનાવી લેવો પછી તેને બાફવા માટે મૂકી દેવું. 10 થી 15 મિનિટ બાફવું. પછી તેને ચેક કરી લેવું

  6. 6

    બફાઈ જાય પછી બહાર કાઢી લેવું પા 10 મિનિટ રહેવા દેવું પછી તેના રાઉન્ડમાં પીસ કરી લેવા.

  7. 7

    હવે તેને આપણે તળી લેશું હવે રેડી છે રોટલીના પાતરા તેને સોસ અથવા ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

Similar Recipes