ખાંડવી (Khandavi recipe in gujarati)

Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
4 સર્વિંગ્સ
  1. 1 કપચણાનો લોટ
  2. 3 કપછાશ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ચપટીહળદર
  5. વઘાર માટે
  6. 2ચમચા તેલ
  7. ચમચીઅડધી
  8. 2લીલા મરચા
  9. 1ચમચો કાપેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક તપેલીમાં ચણાનો લોટ, છાશ, મીઠું મિક્સ કરો અને તેમાં સહેજ પણ ગાંઠા ન રહે તે માટે લોટને બરાબર મિક્સ કરો.

  2. 2

    કુકરમાં બે ગ્લાસ પાણી નાખો, કાંઠો મૂકો અને તેની ઉપર ચણાના લોટ ની તપેલી મૂકો.તેની ઉપર ઢાંકણ ઢાંકી દો. કુકર બંધ કરી ચારથી પાંચ સીટી વગાડો.

  3. 3

    કુકર ખોલીને તપેલી બહાર કાઢો. ચમચાથી લોટને હલાવો અને તરત જ તેલ લગાડેલી જગ્યા ઉપર ચણાના લોટને પાથરી દો. કાપા પાડો અને ગોળ ખાંડવી નો રોલ વાળી લો.

  4. 4

    હવે એક બીજા વાસણમાં તેલ ગરમ થવા મૂકો,તેમાં રાઈનો વઘાર કરો. હિંગ નાખો.લીલા મરચાં નાખીને નાંખીને આ વઘારને ખાંડવી ઉપર પાથરી દો. ખાંડવી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
પર

Similar Recipes