હોમમેડ પનીર

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 19 [LEMON]

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
  1. ૧ નંગલીંબુનો રસ
  2. 1પેકેટ અમુલ ગોલ્ડ દૂધ
  3. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    હોમમેડ પનીર ૩ રીતથી બને છે.

    1. લીંબુ ની મદદથી
    2. સફેદ વિનેગર ની મદદથી
    3. દહીં ની મદદથી

    Note : માખણની છાશથી પણ પનીર બને છે

  2. 2

    આવી જ રીતે તમે ફ્લેવર પનીર પણ બનાવી શકો છો

    1. મેક્સીકન પનીર
    --> મિક્સ હબ

    2. ગ્રીન પનીર
    --> કોથમીર,આદું-મરચાં

    3. ચિલી ગાર્લિક પનીર
    --> ચીલી ફ્લેક્સ અને લસણ ની પેસ્ટ

    4. જીરા મિન્ટ પનીર
    --> ફુદીનાનો પાઉડર અને જીરા મરીનો પાવડર

    ● જ્યારે આપણે દહી અને વિનેગર એડ કરીએ ત્યારે આપણી ફ્લેવર (આપણી પસંદગી મુજબ) દૂધમાં ઉમેરી દેવી ●

  3. 3

    આપણે અહીં લીંબુ ની મદદથી પનીર બનાવશું.

  4. 4

    અમુલ ગોલ્ડ દૂધને જાડા તળિયાવાળા તપેલામાં નાખો.

  5. 5

    એક ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરો.

  6. 6

    એક વાટકી ની અંદર એક નંગ લીંબુ નો રસ કાઢો અને એની સામે એટલું જ પાણી એમાં ઉમેરો.

  7. 7

    નોંધ ::::: વાટકીમાં જો વિનેગર ની મદદથી કરો તો પણ બે ચમચી વિનેગર સામે બે ચમચી પાણી લેવું.

  8. 8

    નોંધ ::::: એક લીટર અમુલ ગોલ્ડ દૂધમાં 1/2 કપ દહી, એક ચમચી વિનેગાર

  9. 9

    નોંધ ::::: માખણમાંથી જે છૂટી પડી હોય એ છાશમાંથી જો તમારે પનીર બનાવવું હોય તો એમાં તમે વિનેગર અને પાણી & લીંબુ અને પાણી બંને થી તમે પનીર બનાવી શકો.

  10. 10

    હવે એને દૂધની અંદર નાખી દો.

  11. 11

    હવે તમે જોઇ શકશો કે દૂધ ફાટવા માંડ્યું છે દૂધને ધીમા ગેસ એ જ રાખો અને ચમચાની મદદથી હલાવીને જુઓ તે દૂધ ફાટવા લાગ્યું છે કે નહીં જો દૂધ ના પાડી હોય તો તમે પાછો લીંબુ અને પાણીનું મિશ્રણ વધારે કરી અને એની અંદર નાખી શકો છો.

  12. 12

    એક સફેદ કલરનું આછું કપડું લો અને ભાતની ચાઈની ઉપર રાખી દો.

  13. 13

    હવે પનીર છૂટું પડવા માંડ્યું છે તેને ચમચાની મદદથી તે સફેદ કપડું અને ચાઈની રાખ્યું છે એમાં કાઢી લો.

  14. 14

    હવે એને બે થી ત્રણ વખત ઠંડુ પાણી એના ઉપર નાખી દો અને સરખું ધોઈ નાખો એટલે એમાં લીંબુની ખટાશ હોય તો એ નીકળી જાય.

  15. 15

    હવે એને સરખું પોટલી જેવું વાળી અને ઢાંકી દો.

  16. 16

    એના ઉપર વજન રાખી દેવો એમાં તમે ખાંડણી દસ્તો કે પાણીની પવાલી ભરીને પણ રાખી શકો છો.

  17. 17

    વજન રાખી દેવાથી પનીર ની અંદર જે પાણી હશે એ નીકળી જશે.

  18. 18

    હવે એને એક કલાક માટે સાઇડ માં રાખી દો

  19. 19

    કલાક પછી જે ડબ્બીમાં ભરવું હોય એ ડબ્બીમાં સેટ કરી અને એને ફ્રીઝમાં રાખી દેવું.

  20. 20

    ફ્રીઝમાં રાખી દેવાથી એ સેટ થઈ જશે પછી તમે એના કટકા પાડી શકશો અને એને ડાયરેક્ટ જ કરવું હોય તો પણ કરી શકાય છે પણ ફ્રિઝમાં રાખી દીધું હોય તો એ વધારે સારા કટકા પાડી શકાય છે. પનીર ને ફ્રિજમાં રાખવું ફ્રીઝરમાં માં નહીં

  21. 21

    લીંબુ ની મદદથી કરેલો હોમમેડ પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes