આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati)

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીઘી
  2. ૧ વાડકીમેંદો
  3. ૨ વાડકીદૂધ
  4. ૧ વાડકીહાફૂસ કેરી નો રસ
  5. ૧ વાડકીખાંડ
  6. ૫-૬કાજુ
  7. ૫-૬પિસ્તા
  8. ૫-૬બદામ
  9. ચપટીકેસર
  10. ૧ ચમચીએલચી નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં મેંદો,ખાંડ,કેરી નો રસ લ્યો.

  2. 2

    પછી તેમાં દૂધ અંને ઘી ઉમેરો.

  3. 3

    હવે આ બધું મિશ્રણ ભેગુ કરો.બધું એક રસ થઈ ત્યાં સુધી તેને હલવો.

  4. 4

    હવે આ મિશ્રણ ને ગેસ પર મૂકી ને ચાલવું. થોડી વારમાં જ મિશ્રણ ઘટ થવા લાગશે. એટલે સતત ચલાવતા રહેવું. ગેસ એકદમ ધિરો જ રાખવો.

  5. 5

    બીજી બાજુ બધા સુકામેવા ની સ્લાઈસ કરી ને સાઇડ પર રાખવી.તેમાં જ કેસર અને એલચી પાવડર ઉમેરી ને બધું મિક્સ કરીને તેને સાઇડ પર રાખી દેવું.મિશ્રણ એકદમ લચકા પડતું થઈ જાય અને કડાઈ થી છૂટું ફરવા લાગે ત્યારે એક ચમચી ઘી ઉમેરી ને મિશ્રણ ને ૫ મિનિટ માટે શેકવા દેવું.

  6. 6

    ૫ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો. ને મિશ્રણ ને ઠંડુ પડવા દેવું. મિશ્રણ ઠંડુ પડે પછી તેને બટર પેપર પર મૂકી ને એક ગોળા જેવું બનાવી ને તૈયા ર કરવું ને પછી ઉપર એક પ્લાસ્ટિક બેગ મૂકી ને તેને વણી લેવું.

  7. 7

    જેટલું પાતળું વણી સકો એટલું પાતળું વણી લેવું. પછી ઉપર બધું સુકામેવા ને કેસર વાળુ મિશ્રણ પાથરવું ને ફરી થોડું વણી લેવું જેથી બધો સૂકોમેવો એમાં ચોંટી જાય.

  8. 8

    હવે આ હલવા ને પંખા નીચે ૮ થી ૧૦ કલાક માટે સુકાવા મૂકવો ને એ પહેલા તેને તમારી મરજી મુજબ ના શે ઇ પ માં કટ આપી ને સૂકવા મૂકવા.

  9. 9

    ૮ થી ૧૦ કલાક પછી આપડો મેંગો આઇસ્ હલવો રેડી છે તો ચાલો મજા માણીયે હલવા ની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721
પર

Similar Recipes