ખાટાં ઢોકળા - ગરમાણું

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી ગરમ કરી લેવું એક ડબ્બા માં ઢોકળા નો લોટ લેવો તેમાં ખાટું દહીં હળદર મીઠું મેથી નાખીને હલાવી લેવું હવે તેમાં જરૂર મુજબ ગરમ પાણી નાખીને ઢાંકી દેવું(10-12 કલાક સુધી પલાળી રાખો આથો આવી જાય છે) આથો આવી જાય એટલે લસણની ચટણી લીલા મરચાં જીરૂ હિંગ ધાણા જીરૂ કોથમીર નાખીને સારી રીતે હલાવી લેવું
- 2
ગેસ પર મોટા લોયામા કાંઠો મૂકી પાણી નાખીને થાળી તેલથી ગ્રીસ મુકી ઢાંકી દો હવે ખીરામાં સાજીના ફૂલ ચમચી તેલ બે ચમચી જેટલું ગરમ પાણી નાખીને ખૂબ હલાવી લો અને પાણી ખૂબ ઉકળી ગયું છે ઢાંકણ ખોલીને ખીરું થાળી માં રેડીને તરત ઢાંકી દો વીસેક મીનીટ માં બફાઈ જશે તૈયાર છે ગરમાગરમ ખાટાં ઢોકળા
- 3
ખાંડણી માં ફોલેલી લસણ ની કળી મીઠું જીરૂ લાલ મરચાં નો પાઉડર નાખીને સારી રીતે ખાંડી લેવું
- 4
ચમચી તેલ અને લીંબુનો રસ ભેળવી લો તૈયાર લસણની ચટણી
- 5
તપેલીમાં પાણી લઈને ગોળ નાખી ઉકળવા દો પછી બીજી તપેલીમાં ગાળી લો લોયામા ઘી ગરમ કરીતેમાં ઘઉં નો લોટ નાખી બદામી કલર થાય ત્યાં સુધી ધીમા તાપે શેકીને પછી ગોળ નું પાણી નાખીને ઉકળવા દો તેમાં કોપરાનું ખમણ અને વરિયાળી પાઉડર નાખીને ગેસ પરથી ઉતારી લેવું
- 6
પછી ગોળ નું પાણી નાખીને ઉકળવા દો તેમાં કોપરાનું ખમણ અને વરિયાળી પાઉડર નાખીને ગેસ પરથી ઉતારી લેવું તૈયાર છે ગરમાગરમ ગરમાણું
- 7
તૈયાર છે કાઠિયાવાડી ખાટિયાં ઢોકળા અને તેલ માં લસણની ચટણી સાથે સાથે આયુર્વેદ ની દ્રષ્ટિએ ઢોકળા ની ખટાશ નું મારણ ગરમાણું પણ ગરમાગરમ તૈયાર છે
- 8
ઢોકળા સાંજે બનાવવા હોય તો વહેલી સવારે આથવું અને બપોરે બનાવવા હોય તો આગલી રાત્રે આથવું
- 9
નાનાં - મોટા સૌને ભાવતાં તેલ ને ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
ગુજરાતી ફેમસ અને ફેવરિટ ડીસ ગરમા ગરમ લાઈવ ઢોકળા વિથ તેલ, લસણ ની ચટણી અને રાજકોટ ની ચટણી. Anupa Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇડિયપ્પ્ં(iddypp recipe in gujarati)
#સાઉથમેં મરી ઘરે સાઊથ ઇન્ડિયન ડિશ ઇડિયપ્પ્ં બનાવિયા છે જે મરા બાળકો ને ખુબજ પસંદ છે એકદમ બહાર જેવાજ બનિયા છે આ ચોમાસની સિઝન મા ખવાની મજા જ ઓર હોય છે. Komal Batavia -
More Recipes
ટિપ્પણીઓ (2)