ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)

Avani Dave
Avani Dave @cook_20846673

# સ્પાઈસી#વિકમીલ1વધુ આશાકનુનામ સાંભળતાજ નાના તો ઠીક પણ અમુક યુવા વર્ગને પણ નાકના ટેરવા ચડી જઈનેમો બગાડવા લાગે છે પણ અમારા ઘરમાં આ શાક થાય છે તેથી મે અહીં મૂક્યું છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ
  1. 4 નંગકારેલા
  2. 1/2વાટકી ફરસાણની સેવ
  3. તીખા લીલા મરચાં
  4. 1 ટુકડોઆદુનો
  5. 2ચમચા જેટલા મગફળીના દાણા
  6. ચમચા તેલ
  7. 1/4 ચમચી રાઈ
  8. 1/4 ચમચી હિંગ
  9. 1/4 ચમચી હળદર
  10. 1 મોટો ચમચોલાલ મરચું
  11. અડધો ચમચો ગોળ
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 1 ચમચીશાકનો ગરમ મસાલો
  14. થોઙીક સુધારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કારેલાને સારી રીતે ધોઈ તેની છાલ ઉતારી તેમાંથી બી કાઢી એકના ત્રણ કટકા કરવા ત્યારબાદ મગફળીનો ભૂકો કરી લેવો આદુ મરચાં અને સેવને કૃશ કરી લેવા.

  2. 2

    ત્યાર પછી ક્રશ કરેલી સેવ માં આદુ મરચાની' પેસ્ટ' મીઠું મરચું 'ધાણાજીરૂ 'ગોળ ગરમ મસાલો આ બધો મસાલો નાખીને મિક્સ કરો અને તે મસાલો કારેલામા ભરી લેવો પછી તેને દાળ ભાત ના કુકર સાથે અથવા તો પેનમાં ઢાંકણું ઢાંકીને બાફી લેવું.

  3. 3

    બફાઈ ગયા પછી એક લોયામાં તેલ મૂકીને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું ગરમ થઇ ગયા પછી તેમાં વઘાર માટે રાઈ હિંગ નાખી કારેલા નાખી દેવા તેમાં પણ ઉપર થોડી હળદર મરચું ધાણાજીરૂ અને વધેલો સેવ નો મસાલો નાખીને હલાવીને થોડીવાર ગેસ ઉપર રાખવું પછી ગેસ બંધ કરી શાકને બાઉલમાં કાઢી લેવું ગાર્નીશિંગ માટે ઉપર કોથમીર ભભરાવવી તો તૈયાર છે ભરેલ કારેલાનું શાક જે રોટલી દાળ ભાતઅને છાશ સાથે સર્વ કરી શકાય આશાક ઙાયાબીટીશવાળા પણ ખાઈ શકે છે તયારે તેમા ગોળ ઓછો નખાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

Top Search in

દ્વારા લખાયેલ

Avani Dave
Avani Dave @cook_20846673
પર

Similar Recipes