મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#સુપરશેફ3
#મોન્સૂન
#માઇઇબુક
#post30
આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે.

મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)

#સુપરશેફ3
#મોન્સૂન
#માઇઇબુક
#post30
આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
પાંચથી છ લોકો
  1. અડધો નાનો વાટકો રાજમા
  2. અડધો નાનો વાટકો ચોરા
  3. અડધો નાનો વાચકો વાલ
  4. અડધો ના નો વાટકો સફેદ ચણા
  5. અડધો નાનો વાટકો વટાણા
  6. અડધો નાનો વાટકો બ્રાઉન ચણા
  7. 2 ચમચીજેટલા મગ
  8. બેથી ત્રણ ચમચી જેટલા મઠ
  9. ગ્રેવી બનાવવા માટે.....
  10. 4ટામેટાં
  11. 3ડુંગળી
  12. 2લીલા મરચાં
  13. નાનો ટુકડો આદુ
  14. નાની 1/2વાટકી કાજુ
  15. 2-3તમાલ પત્ર
  16. 2-3મરીના દાણા
  17. 2-3ઈલાયચી
  18. 2નાના ટુકડા તજ
  19. સ્વાદ અનુસારમીઠું
  20. 1 ચમચીમરચાની ભૂકી
  21. 1/2ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મઠ અને મગ સિવાય બધા કઠોળને પાંચથી છ કલાક માટે પલાળી રાખો.

  2. 2

    હવે છ કલાક બાદ ફરીથી બધા કઠોળ ધોઈને બાફવા મૂકો.હવે એની અંદર મગ અને મઠ પણ ધોઇને નાખો. કુકરમાં ત્રણ વિશલ કરી બધા જ કઠોળને બાફી લો.

  3. 3

    હવે એક પેનમાં થોડું તેલ નાખી બધા જ ખડા મસાલા નાખો. ત્યારબાદ ડુંગળી નાખી સાંતળી લો. થોડીવાર બાદ ટામેટાં પણ નાખો અને સાંતળી લો.

  4. 4

    હવે ગેસ બંધ કરી ઠંડું પડવા દો અને તમાલ પત્ર કાઢી મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી બનાવો.

  5. 5

    ફરી એક પેનમાં તેલ મૂકો તેની અંદર ગ્રેવી નાંખી,થોડીવાર બાદ બધા મસાલા નાખો.જેવા કે મીઠું, મરચું હળદર અને પંજાબી મસાલો.

  6. 6

    હવે પાંચથી સાત મિનિટ બાદ બધા જ કઠોળ માંથી પાણી કાઢી લો.ગ્રેવી ની અંદર નાખી પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

  7. 7

    હવે ગેસ બંધ કરી દો.ફ્રેન્ડ રેડી છે આપણુ મિક્સ કઠોળ નું પંજાબી શાક. આ શાકને પરોઠા,પૂરી,રોટલી કે નાન સાથે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes