રીંગણા બટેટા નું ભરેલું શાક

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

માય ઈ બુક પોસ્ટ 6 #

શેર કરો

ઘટકો

3-4 વ્યકિત માટે
  1. 3મીડીયમ બટેટા
  2. 4-5નાનાં રીંગણા
  3. 1ટમેટું
  4. 5-6 ચમચીતેલ વઘાર માટે
  5. ચપટીહિંગ
  6. મસાલો બનાવવા માટે:-
  7. 1-1.5 ચમચીમરચુ પાઉડર
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીધાણાજીરું
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 2 ચમચીભરેલા શાક નો મસાલો
  12. 1-1.5 ચમચીસીંગદાણા નો ભૂકો
  13. 1 ચમચીવરિયાળી નો ભૂકો
  14. તેમાં મિક્ષ થાય એટલુ તેલ
  15. 2 ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે શાક ને સારી રીતે ધોઈ લેશું. ને વચ્ચે કાપા પાડશું.હવે અંદર ભરવાનો મસાલા માટે ઉપર બતાવેલી બધી વસ્તુ મિક્ષ કરી રીંગણા માં ભરીશું. મે અહીં બટેટા માં મસાલો નથી ભરો.

  2. 2

    હવે વઘાર માટે તેલ ગરમ મૂકીશું. તેલ આવે એટલે હિંગ મુકી વઘાર કરીશું અને પહેલા બટેટા એડ કરીશું. થોડી વાર પછી બટેટા થોડા બ્રાઉન થાય એટલે ટમેટું એડ કરી જે બાકી વધ્યો છે તે મસાલો એડ કરશું.ત્યાર બાદ છેલ્લે રીંગણા એડ કરીશું.

  3. 3

    જોઈતા પ્રમાણ માં પાની એડ કરીશું કૂકર નું ઢાંકણ બંધ કરીશું અને 1 વ્હીસલ વાગે એટલે આંચ ધીમી કરી 2 મિનિટ રાખશું પછી ગેસ બંધ કરીશું. પછી સર્વિગ બાઉલમાં લઈ તમે રોટલા કે રોટલી સાથે સવૅ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
megha vasani
megha vasani @cook_24467192
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes