જામનગર ઘૂઘરા (Jamnagar ghughra Recipe in Gujarati)

Rina Suthar
Rina Suthar @cook_17606291
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૨ કપમૈદા
  2. ૧/૪ ટેબલ સ્પૂનઘી
  3. ૧/૨ ટેબલ સ્પૂનતેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૨ કપબાફેલા બટાકા
  6. ૨ કપલીલા વટાણા
  7. ૧ ટેબલ સ્પૂનતેલ
  8. ૧/૨ ચમચીજીરૂ
  9. ૧/૪ ચમચીહિંગ
  10. ૧ (૧/૨ ચમચી)ખાંડ
  11. ૧ (૧/૨ ચમચી)લીલા મરચાં ની પેસ્ટ
  12. ૧ (૧/૨ ચમચી)આદુ ની પેસ્ટ
  13. ૧/૪ ચમચીહળદર
  14. ૧/૪ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧/૪ ચમચીધાણજીરૂ પાઉડર
  16. ૨ ચમચીસમારેલી કોથમીર
  17. ૧ ચમચીલીંબુ નો રસ
  18. લીલી ચટણી
  19. ખજૂર આમલીની ચટણી
  20. સમારેલી ડુંગળી
  21. દાડમ ના દાણા
  22. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ૧ બાઉલ માં મૈદો,ઘી,મીઠું અને તેલ નાખી લોટ બાંધવો.તેને ઢાંકી ને ૧૫ મિનિટ સુધી રહેવા દો.

  2. 2

    એક પેન માં તેલ લઈ તેમાં જીરું અને હિંગ નાખો.તે તતડે એટલે તેમાં લીલા મરચાં અને આદુ ની પેસ્ટ નાખી ૨-૩ મિનિટ માટે હલાવવું.

  3. 3

    પછી તેમાં બાફેલા બટાકા અને લીલા વટાણા નાખવા.

  4. 4

    પછી તેમાં હળદર,લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર,ગરમ મસાલો,મીઠું અને લીંબુ નો રસ નાખવો.

  5. 5

    બધું મિક્સ કરી તેને ૨-૩ મિનિટ માટે થવા દેવું.

  6. 6

    લોટ માંથી લુવો લઈ તેની ગોળ પૂરી વણવી.

  7. 7

    થોડુક સ્ટફિંગ પૂરી ની વચ્ચે મૂકવું.તેને વાળી ને બંધ કરી દેવું અને ઘૂઘરા નો શેપ આપવો.

  8. 8

    એક કડાઈ મા તેલ મૂકી ઘૂઘરા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળવા.

  9. 9

    તેને એક પ્લેટ માં લઈ ઘૂઘરા પર લીલી ચટણી,ખજૂર આમલીની ચટણી,સમારેલી ડુંગળી,દાડમ ના દાણા અને ઝીણી સેવ નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Suthar
Rina Suthar @cook_17606291
પર

Similar Recipes