પાલક પત્તા ચાટ

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
શેર કરો

ઘટકો

20 થી25 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. સામગ્રી
  2. ખીરું બનાવા મટે
  3. 1 કપબેસન
  4. 2 ચમચીકોર્ન ફ્લોર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/4 નાની ચમચીહળદર
  7. 1.નાની ચમચી મરચું પાઉડર
  8. અનન્ય સામગ્રી
  9. 10 નગપાલક ના પતા
  10. 1મોટો બાઉલ દહીં
  11. 2ચમચી.ખાંડ
  12. 1 ચમચીચાટ મસાલો
  13. 1 ચમચીમરચું પાઉડર
  14. 1 ચમચીજીરૂ પાઉડર
  15. 1/2બાઉલ આંબલી ની ચટણી
  16. 1/2.બાઉલ કોથમીર ફુદીના ની ચટણી
  17. 2 નગબાફી ને ઝીણા સમારેલા બટાકા
  18. 1 નગઝીણી સમારેલી ડુંગળી
  19. તળવા માટે તેલ
  20. ગાર્નિશ માટે
  21. 1 નગદાડમ ના દાણા
  22. 1બાઉલ ઝીણી સેવ
  23. 1/2બાઉલ મસાલા શીંગ
  24. 1 ચમચીઝીણી સમારેલી કોથમરી
  25. ચપટીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 થી25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ના પણ ને સરખા ધોઈને નીચે થી તેની ડાળખી કાપી નાખો પછી એક બાઉલ મા બેસન લો અને તેમાં કોર્ન ફ્લોર નાખી મરચુ હળદર અને મીઠું નાખી મિકસ કરી ખીરું તૈયાર કરી લો

  2. 2

    પછી એક બાઉલ માં દહીં લઇ તેમાં ખાંડ નાખી બરાબર હલાવી ને મીઠીદહી તૈયાર કરી લો

  3. 3

    પછી કડાઈ મા.તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે પાલક ના પાન ને બેસન માં ખીરા માં ડુબાડી લો ગરમ તેલ મા પાલક નું આખું પાન ભજીયા ની જેમ.તળી લો

  4. 4

    પછી સરવિગ પ્લેટ માં પાલક ના પત્તાં લઇ તેની ઉપર ચાટ મસાલો, મરચુ પાઉડર અને જીરૂ પાઉડર છાંટી લો પછી તેની ઉપર બાફી ને ઝીણા કટ કરેલ બટાકા નાખો

  5. 5

    પછી તેની ઉપર ખાંડ વાળુ કરેલું દહીં નાખી અને તેની ઉપર આંબલી ની ચટણી નાખી અને ઉપર કોથમીર મરચા ફુદીના ની ચટણી નાખી દો

  6. 6

    તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી નાખી ઉપર દાડમ ના દાણા નાખી દો પછી તેની ઉપર ફરી થી થોડું દહીં અને આંબલી ની ચટણી નાખી દો

  7. 7

    પછી ઉપર ઝીણી સેવ નાખી દો અને તેની ઉપર મસાલા શીંગ નાખી દો અને ઉપર કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો

  8. 8

    તો તૈયાર છે પાલક પત્તા ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

Similar Recipes