શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ચમચા તેલ શાક બનાવવા માટે
  2. ૨૫૦ ગ્રામ ભીંડા
  3. ૧/૨ કપશેકી ને ક્રશ કરેલ સીંગદાણા
  4. ૧/૨ કપબેસન
  5. ૧ ચમચીમીઠું
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  8. ચમચા ધાણાજીરું
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૨ ચમચીલીંબુ નો રસ
  11. ચમચા કોથમીર
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. ચમચા તેલ સ્ટફિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભીંડા ને સાફ કરી તેના વચ્ચે થી એક કાપો મુકવો. હવે સ્ટફિંગ બનાવવા માટે એક વાસણ માં સીંગદાણા નો ભૂકો, બેસન, મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, લીંબુ નો રસ, આદું મરચાં ની પેસ્ટ, કોથમીર, ૨ ચમચા તેલ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લેવું.

  2. 2

    હવે કાપા કરેલ ભીંડા માં બનાવેલ મસાલો ભરવો. આ રીતે બધા ભીંડા ભરી લેવા.

  3. 3

    હવે એક કડાઈ માં ૩ ચમચા તેલ ઉમેરી ભરેલા ભીંડા મુકવા. ધીમે થી હલાવી લેવા. ઢાંકણ ઢાંકી ૫ મિનિટ ચડવા દેવા. હવે ૫ મિનિટ પછી ફરી થી હલાવી બીજી ૫ મિનિટ થવા દેવા. પછી ચકાસી લેવું.

  4. 4

    હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તેને રોટલી, પરોઠા, ફુલકા સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhuvansundari radhadevidasi
પર

Similar Recipes