હૈદરાબાદી દહીં પોટેટો

Mital Viramgama
Mital Viramgama @Mital_151277
Rajkot,Gujarat,India

#સુપરચેફ 1
આ સબ્જી રોટલી,પરાઠા,નાન,રાઇસ સાથે સર્વ કરી શકો. આ સબ્જી બઘાં ને ખુબજ પસંદ આવે તેવી છે.આ સબ્જીમાં બઘાં ફ્રેશ મસાલા ગ્રાન્ડ કરીને નાખવામાં આવે છે. પંજાબી સબ્જી કરતાં ટેસ્ટમાં થોડી અલગ પણ ટેસ્ટમાં બેસ્ટ. દહીં અને નાળિયેરી નું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે.

હૈદરાબાદી દહીં પોટેટો

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરચેફ 1
આ સબ્જી રોટલી,પરાઠા,નાન,રાઇસ સાથે સર્વ કરી શકો. આ સબ્જી બઘાં ને ખુબજ પસંદ આવે તેવી છે.આ સબ્જીમાં બઘાં ફ્રેશ મસાલા ગ્રાન્ડ કરીને નાખવામાં આવે છે. પંજાબી સબ્જી કરતાં ટેસ્ટમાં થોડી અલગ પણ ટેસ્ટમાં બેસ્ટ. દહીં અને નાળિયેરી નું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧૦ થીં ૧૨ નંગ નાની બટાકી
  2. ૨નંગ ડુંગળી
  3. ટામેટુ
  4. ૧સ્પૂન અળદની દાળ
  5. ૧સ્પૂન ચણાની દાળ
  6. ૧ સ્પૂનતલ
  7. ૧ ટી સ્પૂનસૂકાં ધાણા
  8. ૬નંગ મગફળી ના દાણા
  9. ૩થીં ૪ સૂકાં લાલ મરચાં
  10. ૨ટેબલ ચમચી લીલું નાળિયેર ખમણેલું
  11. થોડો લીમડો તાજો
  12. ૧ટેબલ ચમચી કોથમીર
  13. ૧ટી ચમચી કસૂરી મેથી
  14. થી ૪ટેબલ ચમચી તેલ
  15. ૧ટી ચમચી લાલ મરચું
  16. ૧ટી ચમચી ગરમ મસાલો
  17. ૨થી ૩ટેબલ ચમચી તાજું દહીં
  18. ૧|૪ટી ચમચી હળદર
  19. ૧|૪ટી ચમચી રાઇ
  20. ૧|૪ટી ચમચી જીરૂ
  21. ૧|૪ટી ચમચી હીઞ
  22. થોડાતજ પત્તા
  23. ૧ટેબલ ચમચી લસણ આદું ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચણાની દાળ અને અળદની દાળ મગફળી ના દાણા તમેજ તલ,સૂકાં મરચાં,સૂકાં ધાણા બધું ધીમાં તાપે શેકવા નુ.

  2. 2

    સેકાય જાય એટલે પહેલા ડ્રાય મીકસર જાર માં પીસીલો.પછી તેમાં ટામેટુ,તાજું ખમણેલું નાળિયેર અને લીમડો નાંખી થોડું પાણી નાંખી સ્મૂધ પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે ડુંગળી ને પણ મીકસર મા પીસી લો ગ્રેવી જેવી.અને નાની બટાકી ને છાલ કાઢી ટૂથપીંક અંદર હોલ કરી લો.હવે ૪ટેબલ ચમચી તેલ ગરમ કરી તેમાં બટાકા તળી લો. બટાકા મોટા હોય તો બે પીંસ કરી લેવા.

  4. 4

    હવે વઘેલા તેલ ને ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી તેમજ તજ પત્તા નાખી ડુંગળી પીસેલી નાખી તેમાં હળદર નીમક સ્વાદ અનુસાર નાખી સાંતળવું.

  5. 5

    બરાબર બ્રાઉન થઇ જાય એટલે તેમાં લસણ આદુ ની પેસ્ટ નાખી સાંતળવું. હવે પીસેલી ટામેટો અને મસાલા વાળી ગ્રેવી નાખી સાંતળવું તેમાં લાલ મરચું અને ગરમ મસાલો નાખી મીકસ કરી લો.હવે તેમાં કસૂરી મેંથી નાખી દો.

  6. 6

    થોડું પાણી નાંખી બરાબર મીકસ કરી તેમાં તળેલા બટાકા નાંખી મીક્સ કરી લો.હવે બે મીનીટ કુક કરવાનું પછી સ્ટવ બંધ કરીને તેમાં મોળું તાજું દહીં નાખી મીક્સ કરી લો.

  7. 7

    દહીં નાખતી વખતે ગેસ બંધ કરીને પછી દહીં નાખવાનું એટલે દહીં ફાટે નહીં. બરાબર હલાવી ને પછી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું.હવે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો અને કોથમીર નાખી મીક્સ કરી લો.

  8. 8

    હવે તૈયાર છે આપણાં હૈદરાબાદી દહીં પોટેટો. ગરમાગરમ સવઁ કરો રોટી,રાઇસ,અથવા નાન સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Viramgama
Mital Viramgama @Mital_151277
પર
Rajkot,Gujarat,India
I am a working woman who takes out time from daily life to cook for her family.I used to take orders and many people love me for my cooking skills.
વધુ વાંચો

Similar Recipes