સરગવાનું શાક (Sargava Nu Shak Recipe In Gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સુપરશેફ૧ #શાકએન્ડકરીસ
ચોમાસામાં વરસતા વરસાદમાં આ શાક સાથે ગરમાગરમ ફુલકા રોટલી ખાવાની મજા આવે..

સરગવાનું શાક (Sargava Nu Shak Recipe In Gujarati)

#સુપરશેફ૧ #શાકએન્ડકરીસ
ચોમાસામાં વરસતા વરસાદમાં આ શાક સાથે ગરમાગરમ ફુલકા રોટલી ખાવાની મજા આવે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫
  1. બાફેલી ડ્રમસ્ટિક્સ (સરગવો)
  2. 1 કપદહીં
  3. 1 ચમચીબેસન
  4. 1 ચમચીલીલા મરચા
  5. 1.5 ચમચીઆદુ લસણ પેસ્ટ
  6. 1 ચમચીરા
  7. 1 ચમચીજીરું
  8. 1/2 ચમચીહીંગ
  9. 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  10. 1-1.5 ચમચીલાલ મરચું પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીગોળ
  13. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫
  1. 1

    પદ્ધતિ -
    1. મિક્સિંગ બાઉલમાં 1 કપ દહીં લો અને 1 ચમચી ચણાનો લોટ (બેસન) લો અને બરાબર હલાવી લો. ખાતરી કરો કે ગઠ્ઠો ન બને.

  2. 2

    વઘાર માટે થોડું તેલ ગરમ કરો અને તેમાં રાઈ, હીંગ અને જીરું નાખો.

  3. 3

    તેમાં લીલી મરચાની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ નાખો. થોડા સમય માટે સાંતળો.
    તેમાં ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    બનાવેલા દહીંનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
    સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને મિશ્રણને ઉકળવા દો.

  5. 5

    તેમાં ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો., હવે બાફેલી સરગવાની શીંગ ઉમેરો અને હળવે હાથે હલાવી લો.

  6. 6

    સરગવાનું શાક તૈયાર છે.. ચોમાસામાં વરસતા વરસાદમાં આ શાક સાથે ગરમાગરમ ફુલકા રોટલી ખાવાની મજા આવે.. મને તો જીરા રાઈસ સાથે પણ આ શાક ખુબ જ ભાવે.. Happy Cooking Friends.. 😊

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Vyas
Foram Vyas @cook_24221654
પર

Similar Recipes