વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l

asharamparia
asharamparia @Asharamparia

#માઇઇબુક
#post૨૭
#સુપરશેફ1
#post1

ફ્રેન્ડ્સ, પ્રસંગોપાત બનતું વાલ નું શાક થોડું ગળચટ્ટુ અને સ્વાદિષ્ટ હોય છે અને લાડવા સાથે પીરસવા માં આવતું આ શાક નો ટેસ્ટ લાજવાબ હોય છે. ખુબજ સરળ ઇન્ગ્રીડિઅન્ટસ થી બનતાં આ શાક ની રેસિપી નીચે મુજબ છે.

વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l

#માઇઇબુક
#post૨૭
#સુપરશેફ1
#post1

ફ્રેન્ડ્સ, પ્રસંગોપાત બનતું વાલ નું શાક થોડું ગળચટ્ટુ અને સ્વાદિષ્ટ હોય છે અને લાડવા સાથે પીરસવા માં આવતું આ શાક નો ટેસ્ટ લાજવાબ હોય છે. ખુબજ સરળ ઇન્ગ્રીડિઅન્ટસ થી બનતાં આ શાક ની રેસિપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ સુકા વાલ
  2. ૩ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીરાઈ અને જીરું
  4. ૧/૨ નાની ચમચીઅજમો
  5. લવિંગ
  6. તમાલપત્ર
  7. ૧ ચમચીલીલાં આદુ મરચાં ની પેસ્ટ
  8. ૧/૨ નાની ચમચીહિંગ
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીઘાણાજીરુ
  12. ૩ ચમચીઆંબલી અને ખજુર ની ચટણી
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ૧/૨ ચમચીગરમ મસાલો
  15. કોથમીર
  16. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વાલ હુંફાળા પાણી માં ૮ થી ૧૦ કલાક પલાળી રાખો. ત્યારબાદ કુકર માં મીઠું ઉમેરી ૫ વ્હીસલ લઈ બાફી ને ગરણી વડે ગાળી લેવા જેથી વઘારવા નું પાણી નીકળી જાય.

  2. 2

    હવે પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી અજમો, લવિંગ, તમાલપત્ર નો વઘાર કરી આદું મરચાં ની પેસ્ટ સાંતળી હિંગ ઉમેરી મિક્સ કરી બાફેલા વાલ એડ કરવા.

  3. 3

    ત્યારબાદ લાલ મરચું, હળદર,ઘાણાજીરુ, મીઠું, ચટણી અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી ને ૩ થી ૪ મિનિટ કુક કરી લેવું. ત્યારબાદ ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ગેસ ઓફ કરી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર થી ગાર્નિશિંગ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes