ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#માઇઇબુક #પોસ્ટ_24 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ_મેદો #week2

આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા મા ગમે ત્યારે ખાઇ શકાય છે.. આ કચોરી તળવા મા થોડો સમય લાગે છે પણ ઉતાવળ ન કરવી ધીમાં તાપે જ તળવી... સ્ટફીગ ની સામગ્રી ના માપ મા પસંદગી મુજબ ફેરફારો કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5-6 લોકો
  1. 200 ગ્રામમેદો
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. નવશેકુ પાણી જરૂર મુજબ
  4. 3 મોટી ચમચીતેલ
  5. ચપટીમીઠું
  6. ચપટીબેકીંગ પાઉડર
  7. નવશેકુ ગરમ પાણી જરૂર મુજબ
  8. સ્ટફીગ માટે:-
  9. 100 ગ્રામપાપડી કે સાદા સેવ કે ગાઠીયા
  10. 3 મોટી ચમચીકશ્મીર લાલ મરચું પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2 મોટી ચમચીદળેલી ખાંડ
  13. 1/2 ચમચીહળદર
  14. 2 મોટી ચમચીતલ
  15. 1 ચમચીધાણા
  16. 1/2 ચમચીવરીયાળી
  17. ચપટીહીંગ
  18. ચપટીસાઇટ્રીક એસીડ
  19. 1 મોટી ચમચીગરમ મસાલો
  20. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મેદો ચાળી લો... મીઠું, બેકીંગ પાઉડર, તેલ ઉમેરી મીક્સ કરી નવશેકા પાણી વડે મીડીયમ કઠણ લોટ બાંધવો. 10 મીનીટ મુકી દો.. હાથ માં જરાક તેલ લઇ મસળી લો.

  2. 2

    સ્ટફીગ માટે ની બધી સામગ્રી (તેલ સીવાય) મીકસી મા મીક્સ કરી લો અને પછી એક બાઉલમાં કાઢી તેલ ઉમેરી મીક્સ કરી એની નાની ગોળી વાળી લો.

  3. 3

    લોટ માથી નાનો લુવો લઇ થેપી લો. વચ્ચે સ્ટફીગ ની ગોળી મુકી સરસ કવર કરી ગોળ વાળી લો. કવર સરખી રીતે કરવું નહીં તો તળવા સમયે તેલ મા કચોરી ખુલી જશે.

  4. 4

    મીડીયમ ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમે તાપે તળી લો.

  5. 5

    ઠરે પછી એરટાઇટ ડબ્બા મા સ્ટોર કરો.. આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes