લસણીયા બટેટા(lasniya bateka recipe in Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#માઇઇબુક
#post૨૯
#સુપરશેફ1
#post2

ફ્રેન્ડ્સ, લસણીયા બટેટા ગુજરાત માં આવેલા ભાવનગર શહેર ની એક પ્રખ્યાત ડીશ છે. તીખી અને લસણ ની ફલેવર થી ભરપુર આ વાનગી સ્વાદ માં એકદમ તીખી અને ટેસ્ટી હોય છે. ઘરે પણ ખુબ જ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી સરળતાથી બનાવી શકાય છે જેની રેસીપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫ થી ૨૦ બેબી પોટેટો
  2. ૧૫ થી ૨૦ લસણ ની કળી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૨-૩ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. ૧/૨ ચમચીઘાણાજીરુ
  7. ૧/૨ ચમચીચાટ મસાલો
  8. ૩-૪ ચમચીતેલ
  9. કોથમીર ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કુકરમાં બટેટી, સ્વાદ પ્રમાણે મીઠું,બટેટી ડુબે તેટલું પાણી ઉમેરી બાફી લેવી. (ઓવર કુક ના થાય તેનું ધ્યાન રાખવું) ઠંડી પડે એટલે સ્કીન દુર કરી એક પ્લેટમાં કાઢી લેવી.મિકસી જાર માં લસણની કળી, મીઠું,લાલ મરચું પાઉડર અને થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    પેનમાં તેલ ગરમ કરી બટેટી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કે અપ્પર લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી પ્લેટ માં કાઢી લેવી એ જ ગરમ તેલ માં લસણ ની પેસ્ટ એડ કરી તરત જ ઘાણાજીરુ, ચાટ મસાલો, ગરમ મસાલો એડ કરી મિકસ કરી ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી ઉકાળો.પાણી ઉકળે એટલે તેમાં બટેટી ઉમેરી મિક્સ કરી ઢાંકી ને ૪ થી ૫ મિનિટ મિડિયમ ફલેમ પર કુક કરી ફરી સરસ મિક્સ કરી લેવું. તૈયાર છે લસણીયા બટેટા

  3. 3

    સર્વિગ પ્લેટમાં કાઢી ઉપરથી કોથમીર થી ગાર્નિશિંગ કરી તળેલા ભૂંગળા અથવા બ્રેડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes