રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ રવો
  2. ઘી રવો શેકવા માટે
  3. ખાંડ સ્વાદ મુજબ
  4. દૂધ ૧૫૦ મિલી
  5. એલચીનો પાઉડર
  6. ૪-૫ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    એક તપેલીમાં ઘી નાખી તેમાં રવો ઉમેરો. રવાને સાવ ધીમી આંચ પર ઘીમાં શેકો.

  2. 2

    રવો બદામી રંગનો થઈ જાય પછી તેમાં દૂધ ઉમેરી દો.

  3. 3

    દૂધની સાથે જ ખાંડ ઉમેરી,એલચીનો પાઉડર નાખી છેક તળિયેથી રવો હલાવી બધું બરાબર મિક્સ કરો, જ્યાં સુધી દૂધ અને ખાંડ ભળી ખાંડ ઓગળી જાય,છેલ્લે રવો તપેલી છોડવા લાગે ત્યારે ગેસ પરથી નીચે ઉતારી એક પ્લેટમાં કાઢી લો.

  4. 4

    તમે ઉપર બદામની કતરણ થી સજાવી,ગરમ ગરમ પીરસો.પ્લેટમાં કાઢ્યા પછી તમે કોઈ મહેમાન આવ્યા હોય અને બનાવો તો આવી રીતે પીસ કરીને પણ પીરસો તો વધુ સારું દેખાશે......અને આ શીરો તો જેમ સતનારાયણ ભગવાન ને પ્રિય છે,તેમ બધાનો પ્રિય હોય છે......સાચું ને...??!!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

Similar Recipes