ઢોસા (dhosa recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.
#માઇઇબુક_પોસ્ટ26

ઢોસા (dhosa recipe in Gujarati)

સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.
#માઇઇબુક_પોસ્ટ26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-45 મિનિટ
4 વ્યક્તિ
  1. ઢોસા બનાવવા માટે
  2. ઢોસા નું ખીરું
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. તેલ 1 ટે.ચમચી
  5. પાણી જરૂર મુજબ
  6. સાંભાર બનાવવા માટે
  7. 2 કપતુવેરની બાફેલી દાળ
  8. 1/2 કપછીણેલી દુધી
  9. 1/2 કપછીણેલા ટમેટાં
  10. 1 ટી.સ્પૂનહળદર
  11. 2 ટી.સ્પૂનમરચું
  12. 2-3 ટી.સ્પૂનસાંભાર મસાલો
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. આમલીનો પલ્પ 2 ટે.ચમચી
  15. 1 નંગબાફેલું બટેટું
  16. નારિયેળ ની ચટણી બનાવવા માટે
  17. દાળિયા 2 ટે.ચમચી
  18. 1 નંગનારિયેળ
  19. 2 નંગલીલા મરચાં
  20. 4-5લિમડા ના પાન
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. દહીં 2 ટે.ચમચી
  23. પાણી 2-3 ટે.ચમચી/જરૂર મુજબ
  24. ચટણી નાં વઘાર માટે
  25. 1 ટી.સ્પૂનરાઈ
  26. 1 ટી.સ્પૂનઅડદ ની દાળ
  27. લિમડા ના પાન 5-7 પાન
  28. 1સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

40-45 મિનિટ
  1. 1

    ઢોસા નું ખીરું બનાવવા માટે 3 કપ ચોખા અને 1 કપ અડદ ની દાળ ને અલગ અલગ 7-8 કલાક સુધી પલાળવું. હવે 8 કલાક પછી પાણી નિતારી મિકસચર માં ચોખા પીસવા. હવે અડદ દાળ પણ પીસી લેવી. અડદ દાળ પીસતી વખતે તેમાં 1/2 કપ રાંધેલા ભાત એડ કરવા. (ભાત એડ કરવા થી દાળ સરસ પીસાઇ જશે. અને ઢોસા ક્રિસ્પી બનશે) હવે બન્ને મિક્સ કરી એક વખત મિકસચર ફેરવવું, હવે તેમાં મીઠું એડ કરી ને 8-10 કલાક આથો આવવા દેવું.

  2. 2

    સૌ પ્રથમ નારિયેળ ની ચટણી બનાવવા માટે મિકસચર જાર માં દાળિયા પીસી લેવા. હવે તેમાં છીણેલું/સમારેલું નારિયેળ, લીલા મરચાં, લિમડા ના પાન, મીઠું તથા નારિયેળ પીસવા પુરતું પાણી એડ કરી સારી રીતે પીસી લેવું. હવે તેમાં દહીં એડ કરી પ્લસ મોડ પર મિકસચર ફેરવી ને ચટણી તૈયાર કરવી. (દહીં એડ કર્યા બાદ મિકસચર વધુ ન ફેરવવુ, દહીં માંથી પાણી છૂટશે.)

  3. 3

    સાંભાર બનાવવા માટે એક વાસણ માં તેલ ગરમ કરવું, તેમાં રાઇ, જીરું, મેથી, અડદ ની દાળ, હીંગ, લિમડા ના પાન તથા સૂકાં લાલ મરચાં નો વઘાર કરવો. હવે તેમાં છીણેલી દુધી અને છીણેલા ટામેટાં એડ કરવા. સરસ કૂક થઈ જાય, ટમેટાં નુ પાણી બળી જાય પછી તેમાં મીઠું, મરચું, હળદર, સાંભાર મસાલો એડ કરવું.

  4. 4

    હલાવી ને બરાબર મિક્સ કરી તેમાં બાફીને બ્લેન્ડ કરેલી તુવેરની દાળ એડ કરવી. તથા પાણી એડ કરવું. હવે તેમાં બાફેલું બટેટું અને આંબલી નો પલ્પ એડ કરવું. સાંભાર થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. સાંભાર તૈયાર છે.(અહીં સાંભાર આપણી ઈચ્છા મુજબ જેટલું ઘટ્ટ જોઇએ એ પ્રમાણે પાણી એડ કરવું.)

  5. 5

    ઢોંસા બનાવવા માટે નોનસ્ટિક તવી ગરમ કરવી. હવે તેના પર 4-5 ટીપાં તેલ નાખવું. ફલૅમ મિડિયમ કરવી. પાણી ની છાંટ મારી બધું પાણી એક સાફ નેપ્કિન થી લૂછી લેવું.

  6. 6

    હવે 1.5 કડછી જેટલું ઢોંસા નુ બેટર તવી પર વચ્ચે રેડવું. કડછી વડે વચ્ચે થી સ્ટાર્ટ કરી ગોળ ફેરવતાં જવું, અને ઢોસો પાથરવું. 3-4 ટીપાં તેલ છાંટી મિડિયમ ફલૅમ પર શેકાવા દેવુ. કૂક થયા બાદ જાતે જ ઢોંસા નુ પડ કોઈ એક બાજુ એ તવી થી અલગ થઈ જાય પછી તવેથા વડે સરળતાથી બાકીનો ઢોંસા વાળી શકાશે.

  7. 7

    ફરીથી બીજો ઢોસા બનાવતા પહેલા તવી પર તેલ ના 4-5 ટીંપા, પાણી ની છાંટ, તવી ને કપડા વડે લુછવી, આ પ્રક્રિયા દર વખતે રિપીટ કરવાની. ઢોસા ક્રિસ્પી બનાવવા માટે પહેલા ફલૅમ ધીમ રાખવી. ઢોસા સોફ્ટ જોઇએ તો ફલૅમ મિડીયમ રાખવી.

  8. 8

    ઢોસા તૈયાર થઈ જાય એટલે ગરમ સાંભાર અને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરવુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes