હેલ્ધી સલાડ બાઉલ(healthy salad recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#માઇઇબુક
#પોસ્ટ 28

આ હેલ્ધી સલાડ બાઉલ પ્રોટીન,વિટામિન્સ થી ભરપૂર છે.તેને તમે લંચ માં કે ડિનર માં લઇ શકો છો.10 મિનીટ માં ઈઝીલી બની પણ જાઇ છે.મને ડ્રેગન ફૃટ અને કિવિ બને ભાવે છે તો બનેં ને સાથે મિક્સ કરીને આ સલાડ બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1ડ્રેગન ફૃટ
  2. 1કિવિ
  3. 1 નાનો કપબાફેલી અમેરીકન મકાઈ
  4. 1ટામેટુ
  5. 4-5 ચમચીશીંગ(ફોતરા કાઢેલી)
  6. 8-10ફૂદીનાં નાં પાન
  7. 3-4 ચમચીકોથમીર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1 ચમચીમરી પાઉડર
  10. 2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    ડ્રેગન ફૃટ અને કિવિ ની છાલ કાઢી નાનાં પીસિસ કરવા.ટામેટાં ને મીડીયમ કટ કરવા.

  2. 2

    હવે એક બાઉલ માં ડ્રેગન ફૃટ, કિવિ,ટામેટાં,મકાઈ,શીંગ ઉમેરી મિક્સ કરવું.ત્યારબાદ તેમાં મીઠું, મરી પાઉડર,લીંબુ નો રસ એડ કરી મિક્સ કરો.છેલ્લે તેમાં ફૂદીનાં નાં પાન અને કોથમીર ને હાથે થી તોડીને ઉમેરો.હવે તેને સરખું મિક્સ કરી લો.

  3. 3

    રેડી છે હેલ્ધી સલાડ બાઉલ.

  4. 4

    અહિં મેં પિંક ડ્રેગન ફૃટ લીધું છે તમે વ્હાઇટ ડ્રેગન ફ્રુટ કે કોઈ પણ ફ્રુટ લઇ શકો છો.અખરોટ અને બદામ પણ એડ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes