ફાફડા ગાંઠીયા(fafada gathiya recipe in gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
શેર કરો

ઘટકો

40 મીનિટ
2 વ્યકિત માટે
  1. 3 વાટકીબેસન
  2. 1પાવડુ તેલ મોળ માટે
  3. 2 ચપટીઅજમો
  4. 2 ચપટીમરી પાઉડર
  5. 1/2 ચમચીસોડા
  6. 3 ચપટીહીંગ
  7. સ્વાદઅનુસારમીઠું
  8. જરૂર પાણી
  9. તેલ તરવા માટે
  10. જરૂર મુજબ હીંગ
  11. 2 નંગલીલા મરચા

રાંધવાની સૂચનાઓ

40 મીનિટ
  1. 1

    બેસન ને ચારી લો ત્યારબાદ તેેમાં અજમો હાથે થી વાટી ને નાખો,મરી પાઉડર,હીંગ,સ્વાદઅનુસાર મીઠું નાખો

  2. 2

    ત્યારબાદ એક વાટકી માં તેલ લો પછી તેમા સોડા અને થોડુ પાણી નાખી સોડા ને હાથે થી સતત હલાવી ફેટી લો ત્યારબાદ તેને લોટ માં નાખી દો

  3. 3

    ત્યારબાદ તેેમાં જરૂર મુજબ પાણી નાખીશુ અને લોટ બાંધીશુ ને ઉપર થી થોડુ મોળ નાખીશુ

  4. 4

    ત્યારબાદ લોટ ને પાટલા પર હાથે લાંબી પટ્ટી કરીશુ ત્યારબાદ તેને ચાકા વડે ઉપાડીશુ

  5. 5

    ત્યારબાદ એક કડાઈ માં તેલ મુકીશુ ને તરી લેશુ અને ઝારા વડે હલાવતા રહેશુ તળાય ગયા બાદ ઉપર થોડી હીંગ છાટીશુ

  6. 6

    તૈયાર છે ફાફડા ગાંઠીયા તેને પ્લેટ માં તરેલા મરચા સાથે સર્વ કરીશુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes