મસાલા લચ્છા પરાઠા

mansi unadkat
mansi unadkat @cook_21931069
Junagadh

#સુપરસેફ2
માત્ર ઘઉં ના લોટ માંથી બનાવો સ્વાદિષ્ટ લચ્છા પરાઠા.

મસાલા લચ્છા પરાઠા

#સુપરસેફ2
માત્ર ઘઉં ના લોટ માંથી બનાવો સ્વાદિષ્ટ લચ્છા પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 👉 લોટ બાંધવા માટે
  2. 2 કપઘઉં નો લોટ
  3. 3-4 ચમચીતેલ
  4. જરૂર મુજબ પાણી
  5. સ્વાદનુશાર નીમક
  6. 👉 મસાલો બનાવવા માટે
  7. 1/4ગરમ મસાલો
  8. 1/4 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  9. 1/4 ટી સ્પૂનમરચું પાઉડર
  10. 1/4 ટી સ્પૂનશેકેલું જીરું
  11. સ્વાદનુશાર નીમક
  12. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ લો. તેમાં તેલ,નીમક,અને પાણી એડ કરી રોટલી જેવો લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ મસાલો બનાવવા માટે કિચન કિંગ મસાલો, મરચું પાઉડર,ગરમ મસાલો, શેકેલું જીરું પાઉડર, અને નીમક એડ કરી મિકસ કરી લો.

  3. 3

    ત્યારબાદ લોટમાં થોડું તેલ નાખી મસળી લો. ત્યારબાદ મોટું ગોરણું લો. તેનું પરોઠું વણો.પછી તેમાં ઘી લગાડો. પછી તેમાં તૈયાર કરેલ મસાલો છાંટી દો.

  4. 4

    પછી તેમાં થોડી કોથમીર એડ કરો. ત્યારબાદ તેને કાગળ ના પંખા ને જે રીતે બનાવીયે એ રીતે પરાઠા ને વાળી લો. પછી તેના પર ઘી લગાડી લો.

  5. 5

    ત્યારબાદ તેને ગોરણું બનાવી લો. ત્યારબાદ તેને દબાવી તેનું પરોઠું તૈયાર કરો.

  6. 6

    ત્યારબાદ પેન ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં પરોઠું નાખો. એક સાઈડ પાકી જાય પછી તેને ફેરવી લો. જે સાઈડ પાકેલ છે તે સાઈડ ઘી લગાડો અને પરાઠા ને સેકી લો.

  7. 7

    ત્યારબાદ તૈયાર છે સ્વાદિષ્ટ લચ્છા પરાઠા. તો તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mansi unadkat
mansi unadkat @cook_21931069
પર
Junagadh

Similar Recipes