મસાલા લચ્છા પરાઠા(masala lachcha parotha recipe in gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#GA4
#Week1
#Paratha
#post2

મસાલેદાર લચ્છા પરાઠા સવારે કે સાંજ ના નાસ્તા માટે પરફેક્ટ રેસીપી છે. જલ્દી બની જાય છે અને બહું ટેસ્ટી લાગે છે.

મસાલા લચ્છા પરાઠા નો વિડીયો તમે મારી YouTube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો.

મસાલા લચ્છા પરાઠા(masala lachcha parotha recipe in gujarati)

#GA4
#Week1
#Paratha
#post2

મસાલેદાર લચ્છા પરાઠા સવારે કે સાંજ ના નાસ્તા માટે પરફેક્ટ રેસીપી છે. જલ્દી બની જાય છે અને બહું ટેસ્ટી લાગે છે.

મસાલા લચ્છા પરાઠા નો વિડીયો તમે મારી YouTube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. ૧ ટી સ્પૂનલાલ મરચું
  6. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  7. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  8. ૧/૨ ટી સ્પૂનમીઠું
  9. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  10. ૧/૨ ટી સ્પૂનપાઉંભાજી મસાલો
  11. કોથમીર
  12. ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લો. એમાં તેલ અને મીઠું ઉમેરો અને થોડું પાણી ઉમેરીને પરોઠા જેવો લોટ બાંધી લો.

  2. 2

    હવે મસાલા માટે એક બાઉલમાં મરચું, ધાણાજીરુ મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો અને પાઉંભાજી મસાલો ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે લોટમાંથી એક મોટી સાઈઝનો લુઓ લો. અને થોડી જાડી રોટલી વણી લો. રોટલી ને થોડી જાડી રાખવી જેથી એના લચ્છા વાળવામાં સહેલાઈ રહે. હવે એના ઉપર ઘી લગાવી દો. ઘી લગાવીને ઉપરથી થોડો સૂકો લોટ ભભરાવો. હવે એના ઉપર આપણે જે મસાલો બનાવ્યો એ ભભરાવો.

  4. 4

    ઘી લગાવીને ઉપરથી થોડો સૂકો લોટ ભભરાવો. હવે એના ઉપર આપણે જે મસાલો બનાવ્યો એ ભભરાવો. મસાલો વધારે ભભરાવો જેથી ખાવા મા સારો સ્વાદ લાગે. હવે એના ઉપર થોડી કોથમીર ભભરાવો.

  5. 5

    હવે પરોઠાને આપણે લેયર પાડવાના છે તો એક સાઈડ થી પરોઠા ઉઠાવીને આગળ લઈ જઈશું પછી પાછળ લઈ જઈ મૂકી દો. એ રીતે એના લચ્છા વાળી લો.

  6. 6

    પરોઠા ને આગળ પાછળ લઈ જઈ એના સરખી રીતે એન્ડ સુધી લચ્છા વાળી લો અને પછી એને ગોળ રોલ વાળી લો. રોલ વાળતા સમયે લેયર ઉપર રાખવા અને એન્ડ નો ભાગ નીચે દબાવી દો.

  7. 7

    પરોઠા નો રોલ તૈયાર છે તો હવે એના ઉપર થોડો સૂકો લોટ ભભરાવી ને પરોઠો વણી લો. આપણે જાડો કે પાતળો જેવો જોઈએ એવો વણી લો.

  8. 8

    હવે એક તવો ગરમ કરો એમાં પરોઠો નાખો. તો આગળ ને પાછળ ઘી લગાવીને બંને બાજુ દબાવી દબાવીને એકદમ ક્રિસ્પી થાય એવો શેકી લો.

  9. 9

    શેકવાથી પરોઠાના બધા કચ્છી એકદમ છૂટા છૂટા પડી જશે અને બહુ જ સુંદર દેખાશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે.

  10. 10

    મસાલેદાર લચ્છા પરોઠો તૈયાર છે સર્વ કરવા માટે. તમે દહીં, ચા કે પછી સબ્જી સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes