ચિલી પનીર સીઝલર chilli paneer sizzler

Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875

#સુપર શેફ3
મોન્સૂન birthday સ્પેશ્યલ

ચિલી પનીર સીઝલર chilli paneer sizzler

#સુપર શેફ3
મોન્સૂન birthday સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ ક્લાક
4 સર્વિંગ્સ
  1. ૨૦૦ગ્રામ પનીર
  2. 1-૩૦ કપ કોર્ન ફલોર
  3. 1નાનું ગાજર
  4. ૧ કપઅધકચરા બાફેલાં ભાત
  5. 100 ગ્રામમિક્સ લાલ લીલા પીળા કેપ્સિકમ
  6. ૧ નાની વાટકીજીણી સમારેલી કોબી
  7. ૧ નાની વાટકીફ્લાવર
  8. મોટુ બટેટુ
  9. ૫-૬ ફણસી
  10. ૧૫-કલી લસણ
  11. મોટુ આદું
  12. કાંદા
  13. મરી,લાલ મરચુ,ધાણાજીરું,ગરમ મસાલો,આમચુર,મીઠું
  14. લીલા કાંદા,લીલુ લસણ
  15. સોયા સોસ,ચિલિ સોસ,ટમેટા સોસ
  16. કોબી ના પત્તા ટ્રે પર મુકવા
  17. ઓઈલ
  18. સિઝલર ટ્રે અને થોડું બટર

રાંધવાની સૂચનાઓ

૧ ક્લાક
  1. 1

    ફ્રેન્ચ ફ્રાય માટે સૌ પ્રથમ બટેટાં ને ઉભા કટ કરી ને એકસરખા ચીપ્સ માં કાપી લો.ત્યાર બાદ ૬-૭ વાર ધોઇ લો પાણી માં જ્યાં સુધી પાણી ચોખ્ખુ ના દેખાય.આપડે ચિપ્સ ક્રિસ્પી કરવાની છે એટલે ચિપ્સ ને ice કોલ્ડ પાણી માં ૧૫ મીન રાખવાની.ત્યાર બાદ ઉકળતા પાણી માં નાંખી ને થોડી વાર રવા દઈ ને બધી frys ને એક નેપકીન પર છૂટી સુકવી દો...સુકાયા બાદ ઝીપલોક માં ફીઝર માં મૂકી દો....આ પ્રોસેસ કરવાતી બટેટા નો બધો સ્ટાર્ચ નીકળી જાય એટલે ઓઇલ ઓછુ પિવે ને ક્રિસ્પી બને...

  2. 2

    હવે ભાત માટે એક પેન માં થોડું ઓઇલ લઈને તેમાં જીણા સમારેલ સબ્જી માથી થોડા કાંદા લસણ આદુ ને મરચું સાંતળી લઈ ને તેમાં જીણા સમારેલા ગાજર ફણસી નાંખી તેમાં મરી ને મીઠું નાંખી ને થોડા કૂક કરી લો,ત્યારબાદ ભાત નાખી ને થોડી વાર હલાવી ને ઢાંકી દો પણ ભાત ને ઓવેરકુક નથી કરવાના ને માઇલ્ડ ફ્લેવર ના જ રખવાના છે.

  3. 3

    હવે બધા કલર ના કેપ્સિકમ અને ૧ કાંદા ને મોટા કાપી ને પેન માં થોડા ઓઈલ માં સાંતળી લો,મીઠું,મરી લસણ, આમચૂર થોડું નાખી ને ગેસ બંધ કરી દો,ઓવેરકુક નથી કરવાના થોડો crunch રે એ ધ્યાન રાખવાનું છે,આ sauted સલાડ રેડી છે હવે

  4. 4

    પનીર ના ચોરસ ટુકડા કરી થોડીવાર પાણી માં રાખી કાઢી લેવા,પછી તેમાં મીઠું,ધાણાજીરું,લાલ મરચું,ગરમ મસાલો,લસણ આદું મરચા ની પેસ્ટ,આમચૂર નાખી મિક્સ કરી લેવું,હવે પેનમાં ઓઇલ સ્પ્રેડ કરી બધા પનીર ગોઠવી દેવા,સરખી રીતે થોડા ક્રિસ્પિ થાય બન્ને બાજુ એટલે એક બોલ માં લઇ લેવા.

  5. 5

    હવે ચાઈનીઝ સોસ બનાવા માટે પેન માં ઓઇલ થોડું મૂકી લસણ,આદુ, કાંદા,કેપ્સિકમ,કોબી,ગાજર, મરચા જીણા સમારેલા સાંતળી લેવા,પછી એક વાટકી માં થોડું પાણી લઇ ને એક ચમચી કોર્નફલોર ઓગાળી ને તે પાણી પેન માં નાખી દઈ ને મિઠું મરી નાખી દેવાનું,જરૂર પડે તો પાણી નાખી ને ઉકાળવા દેવાનું,સૂપ જેવી કન્સિસ્ટનસી રાખવાની,હવે 1-30કે 2 ચમચી સોયા સોસ,૨ ચમચી ચિલિ સોસ ને ૨ ચમચી ટોમેટો કેચપ જેવો તમને ટેસ્ટ ગમે એ રીતે નાખવાનું,કેચપ ઓછો નાખો તો થોડો વિનેગાર નાખી શકો છો,ઉકાલો થોડી વાર ને એક બોલ માં લઇ લો.

  6. 6

    હવે જે બટેટા ની ચિપ્સ ફ્રીઝર માં મૂકી છે એ કાઢી લો,ડાયરેક્ટ રેડી છે ફ્રાય કરવા માટે, ડીપ ફ્રાય માટે ઓઈલ રેડી કરો. એક બોલ માં મોટા કાપેલા ફ્લાવર ને કાંદા ધોઈ ને લઇ,હવે તેમાં મીઠું મરી ને 3 ચમચી કોર્નફલોર નાખો,હવે ડીપ ફ્રાય કરી લો,ક્રિસ્પી ફલાવર ને કાંદા બાદ હવે ફ્રેન્ચ ફ્રાય પણ રેડી kri do..

  7. 7

    બધી વસ્તુ જે રેડી કરી એના પર લીલા કાંદાને લીલા લસણ થી ગાર્નીશ કરો

  8. 8

    હવે સિઝલર ટ્રે રેડી કરવા માટે આયર્ન ટ્રે ને ૧૦ મીનીટ ફૂલ ગેસ પર ગરમ કરો,આ માટે સાવધાની રાખવી જરુરી છે,હવે વુડન ટ્રે માં થોડું પાણીઅને ઓઇલ નાખી દેવું,ગેસ પર મુકેલી ટ્રે પર કોબી ના પત્તા પાથરવા જેથિ કરીને આપડી રેડી કરેલી વસ્તુ દાઝી ના જાય,હવે એક બાજુ ભાત ને સલાડ મૂકવો,બીજી બાજુ પનીર,વચ્ચે ક્રિસ્પી ફ્લાવર ઓનિઓન,ને ફ્રેન્ચ ફ્રાયસ મૂકવી.ટ્રે ફરતે થોડું બટર રેડવું એટલે સિઝલીગ સાઉન્ડ આવશે,હવે એક બોલ કે કપ માં ચાઈનીઝ સોસ લેવો હવે સાણસી વડે પકડી ને વૂડન ટ્રે માં આર્યન ટ્રે મૂકી દેવી,

  9. 9

    સર્વ કરતી વખતે ચાઈનીઝ સોસ રેડી દેવો બધી વસ્તુ પર..જે પ્રમાણે પસન્દ હોય....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875
પર

ટિપ્પણીઓ (4)

khushbu barot
khushbu barot @cook_25253713
સિઝલર ટ્રે ના હોય તો શું કરવું

Similar Recipes