કેપ્સિકમ ભજીયા

HITESH DHOLA
HITESH DHOLA @cook_25315340
સુરત

#સુપરશેફ૩

હું મુળ કાઠિયાવાડનો હાલ સુરતમાં વસવાટ કરું છું. અમે વાડીએ રાત્રે પાણી વાળવા જઈયે ત્યારે ભજીયાનો પ્રોગ્રામ કરતા હોઈએ પણ મને ભજીયા બોવ જ ઓછા ભાવે પણ મિત્રોથી અલગ રહેવું પોસાય નહીં. સુરત આવ્યા બાદ જોયું કે લોકો ટામેટાના ભજીયા ખાવા સ્પેશિયલ ડુમ્મસ જાય છે. પછી મે ભજીયામાં મને અલગ યુનિક વસ્તુ મળે એ માટે અલગ 8 થી 10 પ્રયોગ કર્યા જેમાંથી મને 2 પ્રયોગ માફક આવ્યા. તો એ બે પ્રયોગમાં 1. મેગી ભજીયા અને 2. કેપ્સીકમ ભજીયા છે.

મેં આજ સુધી ક્યાંય પણ આ કેસ્પીકમ ભજીયા જોયા નથી કે મારી જાણમાં નથી એટલે મારી રેસિપિ યુનિક છે અને બનાવવામાં પણ સરળ છે. અને બાળકોથી લઈ વડીલોને કંઈક નવી પસંદ પડે એ માટે આપની સમક્ષ રજુ કરું છું કેપ્સિકમ ભજીયા.

મિત્રો મારી રેસિપી પસંદ ન આવે તો બિંદાસ નીચે કોમેન્ટમાં જણાવજો અને પસંદ પડે તો ઘરે બનાવો અને કોમેન્ટ જણાવજો.

કેપ્સિકમ ભજીયા

1 કમેન્ટ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  1. 2 કપચણાનો લોટ
  2. પાણી જરૂરીયાત મુજબ
  3. 4 નંગકેપ્સિકમ
  4. 500 ગ્રામબટાકા
  5. 2 નંગતીખા મરચા
  6. 20 ગ્રામઆદુ
  7. 20 ગ્રામકાજુ ટુકડા
  8. 20 ગ્રામકિસમિસ
  9. 25 ગ્રામફણસી
  10. 20 ગ્રામચોખા પૌવા
  11. 25 ગ્રામસફેદ તલ
  12. 2 ચમચીવરિયાળી
  13. 1 ચમચીધાણાજીરું
  14. લીંબુ જરૂરિયાત મુજબ
  15. 1 ચમચીહળદર
  16. 1.50 ચમચીજીરું
  17. તેલ તળવા માટે
  18. મીઠું સ્વાદ મુજબ
  19. 25 ગ્રામકોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કેપ્સિકમ મરચાની 5 કે 7 સેન્ટિમીટરની થીકનેસમાં રિંગ બનાવો

  2. 2

    બટાટાને બાફી છાલ ઉતારી એક વાસણમાં લ્યો અને તેમાં આદુ-મરચીની પેસ્ટ, કાજુ ટુકડા, કિસમિસ, બાફેલી ફણસી, તલ, હળદર, કોથમીર, વરિયાળી અને બે પાવળા તેલ ગરમ એમાં માત્ર જીરાનો વઘાર કરી એડ કરો.

  3. 3

    હવે કોથમીર અને પલાળેલા ચોખાના પૌવા, લીંબુનો રસ, ધાણાજીરું એડ કરી મિક્સ કરી દ્યો

  4. 4

    હવે આ તૈયાર થયેલા મસાલાને રીંગમાં ભરી દ્યો અને ત્યારબાદ પકોડા માટે ચણાના લોટનું રાબડું તૈયાર કરીયે એવું તૈયાર કરી આ રીંગને કવર કરી તેલમાં તળી લ્યો. એટલે આપડા કેપ્સિકમ ભજીયા તૈયાર. આ ભજીયા ખજૂર આંબલીની ચટણી કે સોસ સાથે ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HITESH DHOLA
HITESH DHOLA @cook_25315340
પર
સુરત
મારુ રસોડું મારી પ્રયોગશાળા
વધુ વાંચો

Similar Recipes