વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _4
#week 4
#દાળ અને ચોખા
વેજ મસાલા ભાત
બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે

વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)

#સુપરશેફ _4
#week 4
#દાળ અને ચોખા
વેજ મસાલા ભાત
બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 2 ચમચીદેશી ઘી
  3. 1 ચમચીતેલ
  4. 1/2 નાની ચમચીજીરૂ
  5. 1તેજ્પત્તુ
  6. 1બાડીયું
  7. 1 ઇંચતજના ટુકડા
  8. 4લવિંગ
  9. 6મરી
  10. 1મોટી ઇલાયચી
  11. 1મોટી ડુંગળી મોટા ટુકડામાં સમારેલી
  12. 1 મોટી ચમચીઆદુ અને લસણ અધકચરુ વાટેલું 1 બટાકુ ચોરસ ટુકડામાં સમારેલુ
  13. 1ગાજર ચોરસ ટુકડામાં સમારેલું
  14. 1કેપ્સિકમ ચોરસ ટુકડામાં સમારેલુ
  15. 1/2 કપવટાણા
  16. 1/4 કપફણસી સમારેલી
  17. 8કાજુના ટુકડા
  18. 1/2 નાની ચમચીહળદર
  19. 1 ચમચીધાણાજીરૂ
  20. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  21. 2લીલા મરચા સમારેલા
  22. અડધો કપ ટામેટા ની પ્યુરી
  23. સ્વાદ મુજબ મીઠું
  24. 1 મોટી ચમચીબિરયાની મસાલો
  25. સ્વાદ મુજબ મીઠું
  26. ગાર્નીસ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખા ને બેથી ત્રણ પાણીથી ધોઈને અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખો

  2. 2

    એક કૂકરમાં બે ચમચી ઘી એક ચમચી તેલ નાખો અને તેલ ગરમ થાય એટલે એમાં જીરૂ તેજ પત્તુ બાડીયું લવિંગ મરી તજ અને ઈલાયચી નાખી ને એક મિનીટ માટે સાંતળી લો સંતળાઈ જાય એટલે એમાં 1 મોટી ડુંગળી સમારેલી નાખો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો ડુંગળી ગુલાબી થાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ એ સમારેલા લીલા મરચાં નાખીને એને પણ 1/2મિનિટ માટે સાંતળો

  3. 3

    ત્યારબાદ સમારેલા બટાકા સમારેલા ગાજર ફણસી અને કેપ્સીકમ અને વટાણા નાંખી અને એક મિનિટ માટેસાંતળી લો ત્યારબાદ એમાં હળદર ધાણાજીરુ કાશ્મીરી લાલ મરચું મીઠું નાખી મિક્સ કરી લો સરસ થઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો અને 1 મિનિટ માટે સાંતળી લો

  4. 4

    બધું વેજ સરસ સંતળાઈ જાય એટલે એમાં ધોઈને ચોખાને કોરા કરી લો અને એ નાખો અને ચોખાને હળવા હાથે નાખી અને એને મિક્સ કરી લો એકથી બે મિનિટ માટે ચોખાને સાંતળી લો

  5. 5

    ચોખા સરસ સંતળાઈ ગયા બાદ એમાં ગરમ મસાલો નાખો મિક્સ કરી લો દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી અને કુકર નુ ઢાંકણું બંધ કરી ને બે સીટી મારીને ભાત ને રાંધી લો 2 સીટી પછી કુકર ને ઠંડુ કરી લો ત્યારબાદ ગરમાગરમ મસાલા ભાત ને મસાલા દહીં સાથે અથાણા સાથે અને પાપડ સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes